ખબર

દિલ્હી સરકારે લોકડાઉન 3 માં આપી છૂટછાટ, કહ્યું કે લોકડાઉન રહેશે તો પગાર કેવી રીતે આપીશું, કોરોના ખતમ નહીં થાય, આપણે તેની સાથે જીવતા શીખવું પડશે

કોવીડ ૧૯ એ આખા વિશ્વમાં તબાહી મચાવી છે જયારે ભારતમાં વિદેશી નાગરિકો સહિતના કોવીડ ૧૯ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા રવિવાર (3 મે) ના રોજ 40,263 થઈ ગઈ છે. આજે આરોગ્ય મંત્રાલયે રવિવારે જારી કરેલા આંકડામાં જણાવ્યું છે કે દેશમાં કોવિડ -૧૯ ચેપને કારણે 1306 લોકો મૃત્યુ પામ્યા છે અને હાલમાં કુલ 28,070 વ્યક્તિ રોગચાળાથી સંક્રમિત છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફેરેન્સ કરીને કહ્યું હતું કે, આવતીકાલથી એટલે કે સોમવારથી દિલ્હીમાં આંશિકરૂપે લૉકડાઉન ખોલવામાં આવી રહ્યું છે. હવે આપણે કોરોનાની સાથે જીવવા તૈયારી કરવી પડશે. આજે દિલ્હી તેના માટે તૈયાર છે. અમે તમામ વ્યવસ્થા દિલ્હીમાં કરી લીધી છે. બધા જ પ્રકારની સરકારી ઓફિસ ખુલવા જઇ રહી છે. કચેરીઓ 100 %, જરૂરીયાતની ચીજવસ્તુવાળી ઓફિસ 100 % અને પ્રાઇવેટ ઓફિસો માત્ર 33 % કર્મચારીઓ સાથે કામ કરશે. વિમાન સેવા તથા રેલવે બંધ રહેશે, આ સાથે જ દિલ્હીની બહાર જતી બસ પણ બંધ રહેશે.

તેમણે CM એ વધુમાં કહ્યું કે, સ્કૂલ અને કોલેજ સહિત તમામ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ બંધ રહેશે. તમામ હોટલ તથા રેસ્ટોરેન્ટ બંધ રહેશે. મુવી થીએટર, જીમ બંધ રહેશે. સામાજીક રાજકીય અને ધાર્મિક મેળાવડા પર પાબંધી યથાવત રહેશે. સાયકલ રીક્ષા, ટેક્સી તમામ વસ્તુઓ બંધ રહેશે અને વાણંદની દુકાન તથા સલૂન પણ બંધ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી બહાર નીકળવા પર પાબંધી રહેશે, આ સાથે કોઇ બીમાર, પ્રેગ્નન્ટ લેડી તથા નાના બાળકોએ ઘરમાં જ રહેવું પડશે.