લેખકની કલમે

પ્રેમ પણ સાબિતી માંગે જ છે ! વાંચો સાબિતી દ્વારા કારકિર્દી અને લગ્ન કઈ રીતે સફળ થાય !

મિતેશ સવારમાં મોડો ઉઠ્યો, લાલચોળ આંખો સાથે બાથરૂમમાં ગયો. નાકમાંથી લોહી નીકળતું હતું. જ્યારે બાથરૂમમાં હતો ત્યારે પ્રેયાનો ફોન આવ્યો પણ મિતેશ ખબર ન પડી ! મિતેશ બહાર આવ્યો અને ફોન પર નજર કરી તો પ્રેયના ચાર પાંચ મેસેજ હતાં ! મેસેજમાં પ્રેયાએ લખ્યું હતું કે આજે સાંજે છ વાગ્યે કોલેજ પાછળના કેફેમાં મળીએ. મિતેશે પ્રેયાને ફોન કર્યો ! પ્રેયાએ કહ્યું, મિતેશ ક્યાં હતો ? મિતેશ બોલ્યો, યાર વોશરૂમમાં હતો ! પ્રેયાએ કહ્યું, નાક કેવું છે ? હજી પેઇન છે ? મિતેશ બોલ્યો, ડોન્ટ વરી, હું ઠીક છું ! ગઈકાલે મિતેશ અને પ્રેયા એક કેફેમાં હતા ત્યારે પ્રેયાનો ભાઈ કરણ બન્નેને જોઈ ગયો અને પ્રેયાને લાફો માર્યો અને આ રીતે કરણ અને મિતેશ વચ્ચે બોલાચાલી થઈ અને કરણે મિતેશને નાક પર માર્યું અને મિતેશના કેટલાક મિત્રો મિતેશને ખેંચીને ઘરે લઈ ગયા ! પ્રેયાએ એના ભાઈને ગમે તેમ સમજાવી દીધો પણ આ વાત પ્રેયાના પપ્પાને ખબર પડી ગઈ હતી. પ્રેયા ખૂબ ડરતી હતી કારણ કે તે મિતેશને છોડવા નહોતી માંગતી. મિતેશ કેફેમાં પહોંચ્યો અને પ્રેયા ત્યાં પહેલેથી બેઠી હતી. પ્રેયાએ કહ્યું, મિતેશ, ગઈકાલ માટે હું ખૂબ દુઃખી છું ! મિતેશ કંઈ જ ન બોલ્યો, મિતેશે પાણી પીધુ અને બોલ્યો, તું હવે મને છોડી દઈશ ને ? પ્રેયા બોલી, ના યાર..! હું તને કેવી રીતે છોડી શકું ? મિતેશે કહ્યું, તારા ઘરે પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયા અને આ બધુ મારા લીધે જ થયું છે ! પ્રેયા કંઈ જ ન બોલી. મિતેશ ખૂબ નર્વસ હતો અને એણે ધીમા અવાજે કહ્યું, હું તારા વગર નહીં જીવી શકું ! પ્રેયાએ મિતેશનો હાથ પકડ્યો અને કહ્યું, મિતેશ શું થયું છે ? હું તને નહીં છોડું અને તને હું શા માટે છોડું ? મિતેશ અને પ્રેયા બન્ને શાંત થઈ ગયા. બન્નેના મનમાં એક જ વિચાર હતો કે હવે આ રિલેશનને કંઈ રીતે ટકાવી રાખવું ?

મિતેશ ઉભો થયો અને પ્રેયાને કહ્યું, પ્રેયા, ચાલને આપણે ભાગી જઈએ ! પ્રેયા બોલી, હા એજ સારો રસ્તો છે ! મિતેશ કંઈક વિચારતો હતો અને બોલ્યો, પ્રેયા તું તારા બધા જ ડોક્યુમેન્ટ અને કપડાં લઈને સાંજે તૈયાર રહેજે ! પ્રેયા બોલી, પણ મિતેશ આપણે જઈશું ક્યાં ? મિતેશ ચૂપ હતો. પ્રેયા બોલી, મિતેશ આજે રાત્રે મારા માસીના છોકરાના લગ્ન છે અને હું આખી રાત ત્યાં જ હોઈશ ! મિતેશ બોલ્યો, તો આપણે ક્યારે નીકળીએ ? પ્રેયા બોલી, મિતેશ ભાગવાથી શું મળશે ? મિતેશ બોલ્યો, ઓકે સારું…ઘરે જવું છું અને કાલે મળીએ. પ્રેયા કંઈ જ ન બોલી અને કેફે માંથી રડતાં રડતાં નીકળી ગઈ ! ત્યારબાદ મિતેશ ઘરે જવા નીકળ્યો અને ત્યાં જઈને સુઈ ગયો ! મિતેશના મમ્મી નહોતા અને એના પપ્પા કામથી બહાર જ રહેતાં. મિતેશ ઘરે એકલો હતો અને આજે વધારે એકલો હોય એમ લાગતું હતું ! મિતેશને એક મેસેજ આવ્યો. મેસેજ એના મિત્ર અમનનો હતો. મેસેજમાં લખ્યું હતું કે પ્રેયાના ઘરે ઝઘડો થયો છે ! મિતેશ બાઇક લઈને પ્રેયાના ઘરે પહોંચી ગયો. પ્રેયાના ઘરે જઈને મિતેશે કહ્યું, અંકલ પ્રેયા ક્યાં છે ? પ્રેયાના પપ્પાએ કહ્યું, પણ તું કોણ છે ? એટલામાં પ્રેયાનો ભાઈ કરણ બહાર આવ્યો અને મિતેશના કોલર પકડ્યા અને બોલ્યો, તારી આટલી હિંમત કે મારા ઘરે પણ આવી ગયો ? મિતેશે કહ્યું, તમારે જે કરવું હોય એ કરો પણ હું પ્રેયાને લીધા વગર અહીંથી નહીં જ જાઉં ! પ્રેયાના પપ્પાએ કહ્યું, કરણ એક મિનિટ છોડજે આને. પ્રેયાના પપ્પાએ મિતેશને બેસાડ્યો અને કહ્યું, શાંતિથી મને આખી વાત કે ! મિતેશે એના અને પ્રેયા વિશેની બધી વાત કરી અને પ્રેયાના પપ્પાએ કરણને કહ્યું, પ્રેયાને નીચે બોલાવ. કરણ પ્રેયાને લઈ આવ્યો અને પ્રેયા મિતેશને જોઈને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી ! પ્રેયાના પપ્પાએ કહ્યું, કરણ પ્રેયા અને મિતેશને રેલવે સ્ટેશન મૂકી આવ, એટલે અહીંથી દૂર જતાં રહે ! કરણ બોલ્યો, પપ્પા તમે શું બોલો છો ? પ્રેયા બોલી, પપ્પા મિતેશ સારો છોકરો છે ! પ્રેયાના પપ્પાએ કહ્યું, તું ચૂપ રે ! બધા જ શાંત હતા અને પ્રેયાના પપ્પાએ કહ્યું, પ્રેયા આ છોકરા સાથે તું લગ્ન કરે એમાં મને અને તારી મમ્મીને કોઈ જ પ્રોબ્લેમ નથી પણ આ તારું ધ્યાન કેવું રાખશે એની મને ચિંતા છે. પ્રેયા બોલી, પપ્પા મિતેશ મારું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખશે, મને એના પર વિશ્વાસ છે. મિતેશ બોલ્યો, હા, હું પ્રેયાનું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખીશ. ઘરનું આખું વાતાવરણ શાંત થઈ ગયું હોય એમ લાગતું હતું, પણ આ શાંતિ અજંપાભરી હતી !

પ્રેયાના મમ્મી બોલ્યા, આપણે લગ્નમાં જવાનું મોડું થાય છે ! પ્રેયાના પપ્પાએ કહ્યું, આપણે આજે ક્યાંય નથી જવાનું…! બધા શાંત હતાં અને પ્રેયાના પપ્પા બોલ્યા, તે નામ શું કીધુ…? મિતેશ બોલ્યો, મિતેશ….! અંકલ..! પ્રેયાના પપ્પાએ કહ્યું, તું શું ભણે છે ? મિતેશે કહ્યું, એમ.બી.એ ના લાસ્ટ યરમાં છું, અંકલ ! પ્રેયાના પપ્પાએ કહ્યું, જો તારે પ્રેયા સાથે જિંદગીભર રહેવું હોય તો એક કામ કરવું પડશે. મિતેશે કહ્યું, હા બોલો, હું પ્રેયા માટે કંઈ પણ કરવા તૈયાર છું. પ્રેયા બોલી, પપ્પા તમે મિતેશ પાસેથી શું સાબિત કરાવવા માંગો છો ? પ્રેયાના પપ્પાએ કહ્યું, સુરતમાં મારા મિત્રનો એક બિઝનેસ છે અને છેલ્લા એક વર્ષથી એનો બિઝનેસ ડાઉન ચાલે છે ! તો તારે સુરત જઈને તારી સ્કિલનો ઉપયોગ કરીને એનો બિઝનેસ અપ લાવવાનો રહેશે ! તું આ કરી શકીશ ? મિતેશે કહ્યું, હા કેમ નહીં અંકલ ! પ્રેયા બોલી, પપ્પા તમે આ શું બોલો છો ! પ્રેયાના પપ્પાએ પ્રેયાને કહ્યું, હું બરાબર કહું છું. મિતેશ બોલ્યો, કયો બિઝનેસ છે ? પ્રેયાના પપ્પાએ કહ્યું, ડાયમંડનો બિઝનેસ છે અને તારી પાસે બરાબર એક મહિનો છે ! જો તું આ કરી બતાવે તો પ્રેયાના લગ્ન તારી સાથે જ થશે. બધા વિચારતા હતા અને પ્રેયાના મમ્મીએ કહ્યું, હું જમવાનું બનાવું છું, મિતેશ તારે પણ અહીં જ જમવાનું છે !પ્રેયાના પપ્પાએ કહ્યું, આજે રાત્રે તું અહીં જમી લે અને પછી જો એક મહિનામાં તું સફળ રીતે કામ પૂરું કરી લઈશ તો એ દિવસે તારી માટે જમવાનું અહીં જ બનશે ! મિતેશના મનમાં ઘણાં વિચારો ફરતાં હતાં, એક બાજુ ચેલેન્જ હતી તો એક બાજુ પ્રેયા….! મિતેશે પ્રેયા અને એના પરિવાર સાથે રાતનું ભોજન માણ્યું અને પોતાના ઘરે ચાલ્યો ગયો. મિતેશ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે પ્રેયાનો મેસેજ હતો, પ્રેયાએ સુરતનો એક એડ્રેસ અને મોબાઈલ નંબર મોકલ્યો હતો. મિતેશે પ્રેયાને ફોન કર્યો અને કહ્યું, પ્રેયા આજે છેલ્લી વાર વાત કરું છું..હવે જો મહિનામાં સફળ થઈ ગયો તો હંમેશા માટે તારો જ ! પ્રેયા બોલી, આઈ લવ યુ ! મને વિશ્વાસ છે કે તું સફળ થઈને જ આવીશ. મિતેશ બોલ્યો, હોપ સો. પ્રેયાએ કહ્યું, મિસ યુ….! મિતેશે ફોન કટ કર્યો.
વહેલી સવારની બસમાં મિતેશ સુરત માટે નીકળી ગયો અને ત્યાં પહોંચીને એક પી.જી પર મહિના માટે રૂમ રાખ્યો અને પ્રેયાના પપ્પાના ફ્રેન્ડ રઘુવીરભાઈ પટેલની કંપનીમાં જોડાયો અને એક મહિનામાં તેમનો બિઝનેસ ઊંચો આવ્યો અને આ સમાચાર સાંભળીને પ્રેયા ખૂબ જ ખુશ થઈ ગઈ અને બરાબર એક મહિના બાદ પ્રેયાના પપ્પાનો ફોન આવ્યો અને કહ્યું, બેટા મિતેશ, આવતીકાલે તારા પપ્પાને લઈને મારા ઘરે આવજે ! આ સાંભળીને મિતેશ ખૂબ જ ખુશ થઈ ગયો અને આમ મિતેશ અને પ્રેયાના જીવનની એક નવી શરૂઆત થઈ અને પ્રેયાના પપ્પાની ચેલેન્જના લીધે મિતેશનું કરિયર પણ બરાબર રીતે સેટ થઈ ગયું અને બન્નેનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું.

લેખક : પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks