દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે સુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)

શું ખરેખર પ્રેમ બલિદાન માંગે છે? જો જવાબ હા હોય તો આ હૃદયસ્પર્શી વાર્તાનો પહેલો ભાગ જરૂરથી વાંચજો

શું ખરેખર પ્રેમ બલિદાન માંગે છે? વિધુબેન નાની ઉંમરે વિધવા થયેલા સંતાનમાં એકનો એક દીકરો અજય, આખા ગામમાં વિધુબેન અને અજય એકલા રહે બાળપણથી જ અજય વિધુબેનનો બહુજ લાડકવાયો દીકરો એકલા હાથે તેમણે અજયનો ઉછેર કરેલો શાંતિલાલના મૃત્યુ પછી તેમનો કોઈ જ આધાર નહોતો નજીક ના પરિવારજનો હતા પરંતુ બધા કહેવાના નાની મોટી બીમારીની જાણ થાય છતાંય ક્યારેય તે લોકો ખબર પણ કાઢવા ના આવતા બસ સ્વાર્થની દુનિયામા મા દીકરો એકલા રહેતા.

Image Source

બસ એમની બાજુમા રહેતી નિશાને મધુબેન માટે ખૂબ લાગણી હતી તે પણ અજય સાથે જ ભણતી બંને ખૂબ સારા મિત્રો હતા નિશા ખૂબ જ સંસ્કારી અને ડાહી છોકરી હતી મધુબેનને ઘર કામમા તો ક્યારેક એમની તબિયત સારી ના હોય તો ખૂબ જ મદદ કરતી ક્યારેક આર્થિક બાબતોમા પણ તે મધુબેનને સહકાર આપતી હતી તે ખૂબ જ અમીર પરિવારની દીકરી હતી પરંતુ તેનું મન હંમેશા ગરીબ રહેતું હતું. મધુબેનને અંદરથી ખૂબ જ ઈચ્છા હતી કે આગળ જઈને નિશાને પુત્રવધુના રૂપમા જોવાની આમ પણ નિશાને કૂણી લાગણી અજય માટે પહેલેથી જ હતી અજયને પણ નિશા માટે માન હતું અજય પણ પોતાના દિલની દરેક વાત નિશા જોડે કરતો અને મધુબેન ની કાળજી રાખતી નિશા અજય ને ખૂબ ગમતી પણ અજય અને નિશા એ ક્યારે પોતાના દિલ ની વાત એક બીજા સાથે કરેલી નહિ અજય ભણવામા ખૂબ હોશિયાર હતો તેની ઈચ્છા ઇન્ડિયામા રહેવાની નહોતી તેના સપના બહુજ ઉચ્ચ હતા મધુબેનને પહેલાથી એ વાતની જાણ હતી તે માટે તેઓ રાત દિવસ એક કરતા અને દીકરા માટે પૈસા ભેગા કરતા મધુબેન ઘર કામ કરવા સવારે નીકળી પડતા અને બપોરે આવ્યા પછી જમીને સીધા સિલાઈ કામ કરતા તેમાં થી જ જે આવક આવતી તેને બેંક મા મુકતા બીજા પૈસા થી અજયની ફીસ અને થોડો ઘર ખર્ચ નીકળતો.

Image Source

બસ આમ જ વર્ષો ના વર્ષ વીતી ગયા અજય ની હોશિયારી એ એને ખૂબ જ આગળ વધાર્યો.અને બારમા ધોરણમા વિજ્ઞાનપ્રવાહ મા એ સમગ્ર જિલ્લા મા પ્રથમ આવ્યો આમ મધુબેન નો જીવન નો આધાર તો હવે વધુ મજબૂત બની ગયો મધુબેન જ્યાં ઘર કામ કરતા ત્યાં દરેકની સાથે તેમના સબંધ ખૂબ જ સારા હતા તેઓ ને મન મધુબેન ખૂબ જ ઉમદા અને મજબૂત સ્ત્રી હતા. તેઓ ને ગર્વ હતો મધુબેન પર.

Image Source

એકલા હાથે દીકરા નો ઉછેર કરવો એ નાની સુની વાત નહોતી. મનસુખલાલ ને ત્યાં તેઓ ઘરકામ કરતા અને તેમની આખી ફેમિલી લંડન હતી. મધુબેન એ તેમની દુઃખની બધી વાત કરેલી તેમને કહેલું કે હું અજય માટે વિદેશનો પ્રયત્ન કરીશ મધુબેન ને તેમના પર ખૂબ જ વિશ્વાસ હતો કે મનસુખલાલ ભવિષ્યમા અજયનું સપનું જરૂર પૂરું કરશે. અને એ દિવસ આવી ગયો અચાનક જ મનસુખલાલ એ બધા જ પેપર તૈયાર કરી દીધા અને ટૂંક સમય મા જ અજય ને લંડન મોકલવાની વાત કરી.

Image Source

મધુબેન રાજી ના રેડ થઇ ગયા નિશા ને પણ આનંદ થયો પરંતુ તેના દિલ મા દર્દ હતું પ્રેમ નું કે પ્રેમ દૂર થઇ રહ્યો છે પણ વિશ્વાસ હતો કે અજય એક દિવસ જરૂર આવશે અને તેને અને મધુબેન ને લઈ જશે. અજય જતા જતા મધુબેન ને ભેટીને ખૂબ રડ્યો અને પોતાના પિતા ની છબી સામે ઉભા રહી ને તેમને વંદન કર્યા અને તેની આંખો મા એક પ્રકારની ખુમારી દેખાઈ આવતી હતી તે માતા પિતાનો આભાર પોતાના હૃદય મા સંગ્રહ કરી દૂર જઈ રહ્યો હતો પોતાનું અને માતા નું ભવિષ્ય બનાવવા અજય ક્યારે પોતાની માતાથી અલગ નહોતો થયો તેથી તેનું હૃદય ખૂબ ભારે થઇ રહ્યું હતું. તે જયારે નીકળતો હતો ત્યારે મધુબેન એ દીકરાને નિશા વિશે વાત કરેલી ત્યારે અજય એ કઈ પણ જવાબ નહોતો આપ્યો અને કહેલું કે મા તું ચિંતા ના કર તારી ખુશી મા જ મારી ખુશી છે અત્યારે મારે આપણા બંનેનું ભવિષ્ય બનાવવાનું છે તેથી હું જઈ રહ્યો છું. હું આવીશ એટલે આપણે અને વિશે વિચારીશુ ભલે કહી મધુબેન રાજી થઇ ગયેલા.

Image Source

નીકળતા જ નિશા આવી ને અજય ને કહ્યું તમે મધુકાકીની ચિંતા ના કરતા હું છું હું ધ્યાન રાખીશ ત્યારે અજય એ કહ્યું તું છે ત્યાં સુધી મને મા નું કોઈ ટેન્શન નથી આમ સંતોષકારક સ્મીત સાથે અજય એ વિદાય લીધી. અજય ગયો ત્યાર થી જ મધુબેનનું કામ મા ક્યાંયે ધ્યાન ના લાગે બસ આખો દિવસ દીકરાના વિચાર કર્યા કરે અને ફોનની રાહ જોઈ ને બેઠેલા રહે. એ બધી ચિંતાની તેમની તબિયત પર પણ અસર પડેલી પણ નિશા તેમનું ધ્યાન બહુ જ સારી રીતે રાખતી.

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 2ની, જલ્દી જ આવશે.

Author: સુચિતા ભટ્ટ “કલ્પનાના સૂર” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.