જો તમારાથી ભાગ એક વાંચવાનું ચૂકાઈ ગયું હોય તો ભાગ-1 ઉપર ક્લિક કરો
અજય લંડન પહોંચ્યો ત્યાં મનસુખલાલનું કુટુંબ તેના સ્વાગતમાં ઉભું જ હતું તેમણે અજયનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું અને પોતાના ઘરમાં મીઠો આવકાર આપ્યો. મનસુખલાલના પત્ની નીતાબેન અને તેમનો દીકરો ધીરેન અજયને ખૂબ જ સારી રીતે રાખતા તેની મનભાવતી વાનગી અને તેની સંભાળ મને નીતાબેન કોઈ જ કસર બાકી રાખતા નહિ. નીતાબેન ધીરેનના જેટલું જ ધ્યાન અજયનું પણ રાખતા નીતા બેનને ત્યાં તેમની ભત્રીજી અમી પણ રહેતી. અમી દેખાવે સ્માર્ટ અને હોશિયાર છોકરી હતી. તેના માતા પિતા એટલે કે ધીરેનના કાકા કાકી એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા. ખૂબ નાની ઉંમરમાં અમીએ માતા પિતાની છત્રછાયા ગુમાવેલી નીતાબેન અમીને પોતાની દીકરી કરતા એ વધુ રાખતા તે સમયે ધીરેન પણ ખૂબ જ નાનો હતો અમી પણ ધીરેનથી બે વર્ષ જ નાની હતી અને બંને બાળકોને નીતાબેને ખૂબ જ પ્રેમથી રાખેલા. અમી ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી નીતાબેન અમીની દરેક જરૂરિયાત પુરી કરતા આખા ઘરમાં અમી ખૂબ જ લાડકી હતી હવે અજય પણ દીવસે દિવસે એ ઘરનો એક ભાગ બનવા લાગ્યો હતો.

અજય અમી અને ધીરેન ખૂબ સારા મિત્રો બની ગયેલા જ્યાં જાય ત્યાં અજય અમી અને ધીરેન સાથે જ હોય આમ તો ત્રણેય મેડિકલના વિદ્યાર્થીઓ હતા તેથી તેમની જ્ઞાન ગોષ્ઠિ ચાલુ જ હોય અને હવે અજયને ખૂબ જ સરસ ફાવી ગયેલું નીતાબેનના ઘરે અજયને કોઈ જ વાતનું દુઃખ નહોતું તેને એક દીકરાની જેમ રાખવામાં આવતો હતો અજયને પહેલા તો મધુબેનની ખૂબ યાદ આવતી એ એકલો એકલો રડતો પણ પેલી કહેવત છે ને સમય એ બધા જ રોગ ની દવા છે એમ નીતાબેનના સ્નેહે અજયને સાચવી લીધો હતો હવે અમી ધીરેન અને અજય બધા ભેગા થઇને એક બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હતા અને રોજ કંઈકને કંઈક માહિતી ભેગી કરવા લાગ્યા અજય એની બુદ્ધિ પ્રમાણે કંઈક અલગ શોધી લાવતો તો ધીરેન એના ગ્રુપમાંથી માહિતી મેળવી લાવતો. અમી પણ સ્માર્ટ ફોનમાં નવું નવું શોધ્યા કરતી હતી અને સાંજે ત્રણેય ભેગા થઇને વિચારોની એક બીજા સામે રજુઆત કરતા આમ દિવસે દિવસે ત્રણેય ભેગા થઇને એક સરસ બિઝનેસ શોધી કાઢ્યો અને પછી તો સફળતાની શુરુઆત થવા લાગી ત્રણેય દિવસ રાત એક કરવા લાગ્યા બિઝનેસ ને સફળ કરવા માટે લંડનમાં એક મોટી કંપનીમાં તેમની કંપની પણ સ્થાન પામવા લાગી નીતાબેનનો તો હરખનો પાર ના રહ્યો અજય ખૂબ જ તનતોડ મેહનત કરતો હતો જયારે આર્થિક રીતે પૈસાની જરૂરિયાત હોય ત્યારે નીતાબેનને દિલખોલીને વાત કરતો હતો અને નીતાબેન હંમેશા તૈયાર જ હોય બાળકોની સફળતામાં તેમનો પણ ખૂબજ ફાળો હતો. તેઓ અજયને સગી મા કરતા પણ વિશેષ રાખતા હતા.

અજય ત્યાં નવો હતો ત્યાંની જીવનશૈલી અને અમુક બાબતોથી અજાણ હતો પણ ધીરેન અને અમી તેને સાથ સહકાર આપતા હતા. ક્યારેક ધીરેનને કામથી બહાર જવાનુ થતું તો અમી અને અજય બધું સાચવતા આમ આખો દિવસ તે બિઝનેસમાં જ વ્યસ્ત રહેતા એક અજયનો સ્વભાવ ખૂબ પ્રેમાળ અને લાગણીશીલ હતો એક દિવસ અમીના માતા પિતાની તિથિ હતી ત્યારે અમી અને અજય ઓફિસે જ હતા ત્યારે અમી ખૂબ ઉદાસ હતી પોતે કેટલી નાની હતીને માતા પિતાની છત્રછાયા ગુમાવેલી, આ બધી બાબતો તે અજયને કહી રહી હતી અને અચાનક તેને ડુમો ભરાઈ ગયો અને તે અજયને ભેટી રડવા લાગી, આમ અજયને અમી માટે લાગણી જન્મી અને અમીને પણ હૃદયની લાગણી વ્યક્ત કરવા એક વ્યક્તિ મળ્યું પછી તો બંને જણા એક બીજા સાથે સમય પસાર કરવાનું બહાના શોધતા હતા. અજય તો બસ અમીના વિચારોમાં જ રહેતો હતો અને અમી પણ કોઈને ખબર ના પડે તેમ અજય માટેના સપના સજાવા લાગેલી.

ઓફિસથી છૂટે એટલે બંને જણા કોઈ સારા કાફેમાં કે ગાર્ડનમાં સમય પસાર કરતા એક બીજાના હાથમાં હાથ નાખીને ફરતા અને પ્રણયની વસંત તો ચારે કળાએ ખીલવા લાગેલી. ઘરે જઈને પણ અમી અજયને ભાવતી વાનગી બનાવતી નીતાબેન પણ વિચાર કરતા કે અમીને તો ઘરકામમાં બિલકુલ રસ નથી છતાંય આ બધું હું શું જોવું છું. રાત્રે જમીને પણ તેઓ ઓફિસનું કામ છે તેમ કરી ને એક બીજા સાથે સમય પસાર કરતા અજય તો બસ અમીની સામે જોયા જ કરતો અને પ્રણય દિવસેને દિવસે ખૂબ જ આગળ વધી રહ્યો હતો. નીતાબેન પણ આ બધું નોટિસ કરતા હતા તેમના ધ્યાનમા બધું જ હતું અંદરને અંદર તેઓ ખુશ હતા કે અમી મારી લાડકી દીકરી છે તેના માટે અજયથી સારો વ્યક્તિ કયો હોઈ શકે? તેમણે આ સબંધથી કોઈ જ વાંધો નહોતો આમને આમ બિઝનેસની સાથે સાથે બંનેનો પ્રેમ પણ આગળ વધી રહ્યો હતો પણ તેઓએ હજુ સુધી ઘરમાં વાત નહોતી કરી.

આ બાજુ મધુબેનની તબિયત પણ દિવસે દિવસે ખરાબ થતી હતી નિશા આખો દિવસ મધુબેન સાથે રહેતી હતી અને તેમની સેવા કરતી હતી અજય ક્યારેક ક્યારેક મધુબેનને ફોન કરતો અને ખબરઅંતર પૂછ્યા કરતો પણ મધુબેન દીકરાને ચિંતાના થાય તે માટે કઈ પણ કહેતા નહિ કહેતા કે દીકરા હું અહીં ખુશ અને સ્વસ્થ છું તું તારું ધ્યાન રાખ અને જલ્દી મને લઈ જા અજય પણ કહેતો કે હા મા જેવું અહીંથી સેટ થશે તેવું જ હું તરત જ તને લઈ જઈશ અને આપણી જિંદગી બદલાઈ જશે બસ મા દીકરા વચ્ચે આવી જ વાતો ચાલતી રહેતી. મધુબેનથી ઉભા પણ નહોતું થવાતું. તેમનું બધું જ કામ ખવડાવાથી માંડી ને ઉંઘવા સુધીનું નિશા સાચવતી નિશાના માતા પિતા નિશાને લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા પણ અજય માટેના પ્રેમના કારણે અને મધુબેનની વધતી જાતિ શારીરિક સમસ્યાના કારણે નિશા વાતને ઉડાવી દેતી.

આમ નિશા પણ બિચારી મજબુર હતી અજય ક્યારેય નિશા સાથે વાત નહોતો કરતો પરંતુ તેને અંદરથી આશા હતી કે અજય જરૂર આવશે અને મને અને મધુકાકીને જરૂર લઈ જશે. એક બાજુ અજયનો બિઝનેસ ખૂબ જ જોરદાર ચાલતો હતો અને અમી સાથેનો સહવાસ તેને વધુ મજબૂત બનાવી રહ્યો હતો..
ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 3ની, જલ્દી જ આવશે.
Author: સૂચિતા ભટ્ટ “કલ્પનાના સૂર” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.