લેખકની કલમે

પ્રેમની મહેક….મંથન બીમારીની પથારીમાં આજે પણ સૂતો હતો. શરીર તેનું કાળું પડતું હતું. ડૉક્ટર કહેતા ” તેને હૂંફની જરૂર છે. દવાની નહીં”.

મયંક પટેલ – વદરાડ

એક અણજાણ રાહ ઉપર હું ચાલી નીકળ્યો,
હતી મંજિલ પાસ એને ભૂલી નીકળ્યો.
જ્યાં સતત વહ્યા કરતી હતી પ્રેમની ધારા,
એ ઝરણાને હું ભૂલી નીકળ્યો…

મંથન બીમારીની પથારીમાં આજે પણ સૂતો હતો. શરીર તેનું કાળું પડતું હતું. ડૉક્ટર કહેતા ” તેને હૂંફની જરૂર છે. દવાની નહીં”. જે હૂંફ આપવા માટે લાવન્યા તેંના ઘરે જ આવી ચુકી હતી. સાથે હતો એક બીજો મિત્ર જૈમિન.

આ બીમારીનું એક કારણ હતું. દિશા પટેલ…!!!!

મંથન એન્જિનિયરના બીજા વર્ષમાં હતો. ખુબ જ મનમોજીલો આ જીવ હતો. તેની જીવન જીવવાની સાદગી બધા કરતા અલગ હતી.કોલેજમાં મિત્રો સાથે સદાય હસતા રહેવું અને બીજા ને હસાવવા એ તેનું જીવન મંત્ર હતું. ક્યારેયક ઘણા મિત્રો પોતાનું માઈન્ડ ફ્રેશ કરાવવા માટે મંથન જોડે આવતા હતા. ભણવામાં ખુબ હોશિયાર હતો આ ચહેરો…..

છેલ્લી પાટલીએ જ બેસવું. મૂડ હોય તો જ લેક્ચર ભરવું. બાકી તો અમદાવાદની ગલીઓ સાથે મસ્તી કરવામાં તેને ખુબ ગમતું હતું. ક્યારેક તો રાતે પણ હોસ્ટેલ ઉપર રાતે મોડે આવતો. આટલું રખડતો હોવા છતા તે પોતાના ક્લાસમાં પ્રથમ આવતો હતો.

કોલેજમાં તેના ઘણા મિત્રો હતા એથી વધુ તેની ગલફ્રેન્ડ હતી. ઘણી છોકરીઓ અહીં પોતાનું કિસ્મત અજમાવી ચુકી હતી. બધી જ ક્લીન બોલ્ડ થઇ હતી. બસ , આખી કોલેજમાં એક જ ચહેરો હતો લાવન્યા જે તેના હ્દય જોડે પહોંચી ગઈ હતી. પણ અહીં બન્ને બાજુ શુદ્ધ મિત્રતા નો પ્રેમ હતો….

કોલેજમાં ખાસ લાવન્યા જોડે જ મંથન જોવા મળતો. બીજી છોકરીઓ થી તે દૂર રહેતો પણ એનું એક કારણ હતું…… છોકરીઓ તે હોશિયાર હતો માટે જ તેની જોડે ફ્રેંડશીપ કરવા માંગતી હતી. તે મંથન જાણતો હતો.

લાવન્યા અને મંથન આજે એકે બેન્ચ ઉપર બેઠા હતા. ધીમે ધીમે આકાશમાંથી વરસાદ ઝરમર ઝરમર થતો હતો. બન્નેની મિત્રતાનો પહેલો વરસાદ હતો. પહેલા વરસાદમાં બાજુમાં લાવન્યા જયારે પલડી જતી હોય. વરસાદના પાણી ની દરેક બુંદ જાને તેના ઉપર પાડવા માંગતી હોય એમ લાગતું હતું….. આજે અહીં બેઠા હતા. કારણકે મંથન થોડા દિવસ માટે ઘરે જવાનો હતો. બન્ને મિત્રો મનભરીને વાતો કરવા માંગતા હતા.

મંથન કહે ” લાવન્યા , મારે એક છોકરી જોવા માટે જવાનું છે. પાપા નો કોલ આવ્યો હતો. તેનું નામ દિશા પટેલ….. ” વાત સાંભળીને લાવન્યાના હદયમાં તિરાડ પડી. પણ આવી વેદના હવે કહીને પણ શું કરવી કે મંથન આ હદયમાં તને મેં ક્યારનીય જગા આપી દીધી છે.

આંખોના ઈશારેથી લાવન્યા હસી અને બોલી ” વાહ,,, ખુબ સરસ સમાચાર છે. લે હવે તો ભૂલી જ જઈશ તારા મિત્રોને. મંથન તેના સવાલથી હસવા લાગ્યો અને બોલ્યો ” તું પણ પાગલ છે લાવન્યા. હું ભૂલી નહીં જાઉં”.

ધીમે ધીમે પડતા વરસાદનું જોર વધી ગયું જાને લાગતું હતું કે લાવન્યાનું હ્દય રડતું હતું ને તેને સાથ આપવા આકાશ પણ રડતું હોય ને વધુ વરસાદના કારણે બન્ને ત્યાંથી છુટા પડ્યા.

” બેટા, આજે યલો કલરનો પ્લેન શર્ટ પહેરજે અને બ્લ્યુ પેન્ટ . તને જોતા જ દિશા પાગલ થઇ જશે”. પોતાની માતાની ઇચ્છા પ્રમાણે મંથને કપડાં પણ પહેરી લીધા. તૈયાર થઈને ઘરના બધા દિશાને જોવા માટે નીકળી પડ્યા.

બગીચામાં પહોંચ્યા ત્યારે તો બધા ત્યાં આવી ગયેલા હતા. મંથન અને તેનો પરિવાર તેમના જોડે પહોંચ્યો. તે સમયે દિશાના પિતા તેની માતા એક પાટલી ઉપર બેઠા હતા. જ્યારે દિશા અને તેની બહેન સામેની બેન્ચ ઉપર હતા. બધા એ એકબીજાને હાય, હેલો કર્યું અને દિશાને કહ્યું “તું અને મંથન બગીચામાં ફળતા આવો”.

દિશા ખુબ સુંદર દેખાતી હતી. તેની આખો જોઈને જ મંથન પીગળી ગયો હતો. આ એજ ચહેરો હતો મંથન જેને કેટલાય દિલ તોડી નાખ્યા હતા. મંથન ના મનને કઇ પૂછવું જ ન હતું. તેને તો દિશાને પોતાની દુલહન બનાવવી હતી.

બન્નેએ એક કલાક સુધી એકબીજા સાથે વાતો કરી લીધી. મંથન તો તેને જ જોતો હતો શું ગમેં? , શું ના ગમે ?. બધું જ પૂછતું હતું. બન્નેના વિચારો અત્યાર સુધી તો મળ્યા હતા. પણ દિશા એ એક સવાલ કરેલ ” તમે જીવનમાં આગળ શું કરશો?.” મંથનને કહેલ ” હું પોતાનો બીજનસ ખોલવા માગું છું “. જે જવાબ દિશાને ગમ્યો નહીં કેમ કે મંથન મધ્યમ પરિવારનો હતો.

દિશાને હતું કે આ આમ કરશે તો ક્યાંક નુકશાન જાય તો પાયમાલ થઇ જવાય.અને અહીં આવી તે પહેલા જ તેને તેના કાકાની દીકરીએ કાન ભમ્ભેરી કરી હતી. તેની મમ્મી ખુબ બોલકના છે. દિશા એ પછી જવાબ આપવાનું કહ્યું . અને મોબાઈલ નંબર એકબીજાના લીધા.

ઘરે આવ્યા પછી મંથનના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો જે દિશાનો હતો ” hiiii, sweet boy
હું તને દોસ્ત બનાવી શકું છું પણ જીવનસાથી નહીં”.

બસ!!!! આ એક જ મેસેજ હતો જેનાથી મંથનની જિંદગી ખરાબ થઇ ચુકી. આટલો ભણેલો હોવા છતો તે એક કલાકના પ્રેમ માટે પાગલ થઇ ગયો હતો. આજે કોઈનું દિલ કેમ તૂટે, કેવી વેદના થાય એ તેને ખબર પડી ગઈ હતી હવે તો શું કરવું કઈ ચેન પડતો નહીં. તેનો અભ્યાસ પણ બગડવા લાગ્યો હતો. તેની આગળ પાછળ ફળતી છોકરીઓ પણ હવે તેની સામે જોતી ન હતી .

બસ એક સાથ હતો લાવન્યા અને જૈમિનનો. બન્ને એ તેને ખુબ સમજાવ્યો હતો કે ” આમ એક દિવસની આવી લાગણીઓ ના હોય દોસ્ત, હવે તું એને ભૂલી જા . એ તને વાત કરે છે પણ લગ્ન કરવાની ના કહે છે તો સમજી જા ને કે તે ટાઈમ પાસ કરે છે. શું કામ તારું જીવન બગાડે છે”.

પણ અહીં તો દિલ અડિખમ હતું કોઈની યાદોમાં મિત્રોની વાતો પણ હવામાં જતી હતી. એક ગાંડો પ્રેમ હતો. આજે બધી વેદનાઓ તેના હદયમાં હતી. ક્યારેક તો તે દિશાની યાદમાં રડતો હતો.

જૈમિન જાણતો હતો કે લાવન્યા ખુબ પ્રેમ કરે છે મંથનને પણ તે બતાવતા ડરે છે. એજ ભૂલ લાવન્યાની પણ હતી કે તેને પોતાના પ્રેમનો ઇજહાર કરેલ નહીં . જેટલો દુઃખી મંથન હતો એટલી જ લાવન્યા હતી. આમ ને આમ કોલેજ પણ પુરી થઇ ગઈ.

લાવન્યા સદાય મંથનની યાદમાં રહી જયારે મંથન એક એવી યુવતી દિશાની યાદમાં રહ્યો જેને પોતાની દશા જ બદલી નાખી હતી. જ્યારે લાવન્યા તેની યાદમાં તડપતી હતી રડતી હતી. કેટલાય લગ્નના પ્રસ્તાવ આવેલા પણ તેના માં – બાપ જ ના પડતા હતા. તેમને દીકરીના પ્રેમ ઉપર ભરોશો હતો.જ્યારે મંથન હવે તો ઘરે પણ તે બેકારની જેમ ફરતો હતો. થોડું ઘણૂ ક્યાંક કમાઈ લેતો હતો પણ એ બધું ઠીક હતું.

કોલેજ પછી પણ એક વર્ષ પૂરું થઇ ગયું પણ મંથનના મનમાંથી હજુ દિશા ક્યાંય ગઈ ન હતી. રોજ તે મેસેજમાં જવાબ આપતી અને મંથન પાગલ રહેતો હતો.

એક દિવસ મંથન રેલવેમાં પોતાની ઓફિસે જતો હતો. તેને ગાડીના ડબ્બામાં પોતાનો મિત્ર જૈમિન મળ્યો. બન્ને એકબીજાને જોઈને ખુબ ખુશ થઈ ગયા. ગાડીમાં થી નીચે આવીને બન્ને એક કપ ચા પીવા માટે ગયા ત્યાં જૈમિને પૂછ્યું ” બોલ દોસ્ત સંબન્ધ કર્યો કે નહીં “. મંથન “ના , દોસ્ત .લાવન્યા ના કોઈ સમાચાર છે કે નહી.”. જૈમિન ” હા , મારે તો રોજ વાત થાય. તને ખુબ મિસ કરે છે”. “ના હોય યાર, એમ હોત તો મારો નંબર એની જોડે છે જ મને તો મેસેજ કરે ને?”.

ચાની ચુછકી લેતા જૈમિન બોલ્યો ” તું તો દિશા માટે પાગલ છે એટલે તને હેરાન કરવું એને યોગ્ય લાગ્યું નહીં. આજે કહું તને લાવન્યા આજે પણ તારો ઇન્તજાર કરીને બેસી રહી છે. એ તને પ્રેમ કરતી હું જાણતો હતો પણ તને કહેવાની એને ના પાડી હતી. એ તને પ્રપોજ કરવાની હતી પણ એ દિવસે જ તારા હદયમાં દિશા આવી ગઈ. હજુ પણ તારી મંજિલ તારી રાહ જોવે છે”.

આ સાંભળીને મંથનની આખોમાં પાણી આવી ગયું બોલ્યો ” અરે વાહ ! ભગવાન તારી લીલા. જયારે હું તેની નજદીક હતો ત્યારે તે મને મળી નહિ અને આજે દૂર છું તો મને પામવા એટલું જ એ તડપે છે”.

” હા , દોસ્ત હજુ પણ કઇ મોડું નથી થયું. દિશા તો ટાઈમ પાસ કરે અને લાવન્યા તને પ્રેમ કરે છે. તારે વિચારવાનું છે. શું કરવું , શું ના કરવું”.

મંથનને કહ્યું ” દોસ્ત, હું ફક્ત ચાર દિવસમાં વિચારીને જવાબ આપીશ”. બન્ને મિત્રો છુટા પડ્યા. મંથન લાવન્યા વિષે વિચારવા લાગ્યો. હવે શું કરવું તે સમજની બહાર જતું હતું. આ વિચારોને વિચારોમાં જ તે પાગલ થઇ ગયો.

ઘરે તેની મમ્મી અને પપા પોતાના દિકરાનું બદલાયેલ વર્તન જોઈને ડરી ગયા. તેને ડૉક્ટર જોડે લઇ જવામાં આવ્યો. જ્યાં રિપોર્ટ કહેતા હતા. આ માણસ હવે મેન્ટલ છે. તેને એક કરન્ટનો શોટ આપવામાં આવ્યો. ડોક્ટરો કહે ” હજુ શરૂઆત છે પણ આ ખુબ વિચારોમાંને વિચારોમાં મગજ ઉપર ઇફેક્ટ થઈ છે. તેને હૂંફની જરૂર છે”.

હવે તો ઘરે તે આરામ કરતો હતો. ચાર દિવસ પછી જૈમિને કોલ કરેલ તો જાણવા મળ્યું કે મંથન પાગલ થઇ ચુક્યો છે અને ઘરે છે. તે આખી વાત સમજી ગયો તેને તરત લાવન્યાને કોલ કર્યો અને બન્ને તેના ઘરે નીકળી ગયા.

ઘરે આવીને તેને મંથનની આ દશા માટે તેનું મન તેનેજવાબદાર ઘણાવતું હતું. બસ !!!! હવે તો તે સાજો થાય ત્યાં સુધી જોડે રહેવાનું નક્કી કરેલ. છેલ્લા એકમહિના થી લાવન્યા અને જૈમિન જોડે જ હતા.

મંથનને દવા આપવી. તેની જોડે હળવી વાતો કરવી. તેને જોડે જમવું અને બહાર ફળવા લઇ જતા હતા. હવે ધીરે ધીરે તેને આરામ થઇ ગયો હતો. ઘણીવાર લાવન્યાને પોતાની સેવા કરતી જોઈને તેની આંખના ખૂણામાં પાણી આવી જતું હતું.

આજે તેને સાચા પ્રેમની કદર થઇ હતી. અહીં સાચા અર્થમાં હૂંફ હતી. એક્બીજાની કદર હતી. હવે તો મંથન કમ્પલેટ હતો. તેના મમ્મી, પાપા પણ લાવન્યની કદર કરતા હતા. તેમનું મન પણ તેને પુત્રવધુ બનવવા આતુર હતું.

મંથન સાજો થઇ ગયો પછી લાવન્યા ઘરે ચાલી ગઈ. જે દિવસે ગઈ એજ દિવસે તેને એક મેસેજ કર્યો કે ” રાધા વિના શ્યામ અધુરો છે . એજ કોલેજની પાટલીએ તારો ઇન્તજાર કરું”.

મંથન તેને આવતી જોઈને ખુશ થઈ ગયો. બન્ને એજ બગીચાની પાટલી ઉપર બેઠા અને આજે તેના હદયમાં ખુશીના આશુ હતા. આજે પણ તેના હદયના આશુ જોઈને આકાશ તેને સાથ આપવા રડતું હતું ધોધમાર. …..

આ જીવન માટે બન્ને એકબીજાના થવા તૈયાર થઇ ગયા. ધોધમાર વરસાદમાં મંથને પોતાની બાહોમાં તેને સમાવી લીધી……

લેખક – મયંક પટેલ….

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!