જ્યોતિષ શાસ્ત્ર

આ રાશિના લોકો ક્યારેય પણ નથી આપતા પ્રેમમાં દગો..

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં એક એવો સાથી મળે કે જે તેની સાથે આખી જિંદગી પ્રેમ પૂર્વત વિતાવે. દરેક વ્યક્તિ છે કે તેને એવો પ્રેમ મળે કે જેનાથી જીવન ખુશી ખિલી ઉઠે.

આજે જાણીએ કઈ રાશિના લોકો છે કે જે પ્રેમમાં એકદમ વિશ્વાસપાત્ર છે.

પહેલી રાશિ છે વૃશ્ચિક રાશિ.વૃશ્ચિક રાશિના લોકો પ્રેમમાં એકદમ વિશ્વાસપાત્ર લોકો છે. તેઓને એક વાર પ્રેમ કરી લેશે તેને ક્યારેય પણ પોતાનાથી અલગ થવા દેતા નથી. તેઓ સંબંધના ખૂબ જ વફાદાર રહે છે. હંમેશા પોતાના સાથીને સમજે છે. તેઓ હંમેશાં ખરાબ સમયમાં પોતાના સાથીની સાથે કદમ થી કદમ મિલાવીને ચાલે છે. તેવો જ વિશ્વાસ અને પ્રેમ તે પોતાના સાથી પાસે પણ ઈચ્છે છે. તેઓ જીવનને એકદમ અદ્ભુત બનાવીને જીવે છે.

બીજી રાશિ છે કર્ક રાશિકર્ક રાશિના જાતકો પ્રેમમાં ખૂબ જ વફાદાર હોય છે. તે સંબંધમાં આર કે પાર મા માને છે. તેઓ એકવાર જેને પ્રેમ કરી બેસે છે, તે જિંદગીભર પોતાની સાથે જ રાખે છે. હંમેશા પોતાના સાથી પ્રત્યે પ્રામાણિક રહે છે. તેથી પોતાના સાથીને જે પણ વચન આપે છે તે હંમેશા પૂરું કરે છે. તેની માટે દુનિયા સાથે પણ લડી લે છે. ખુબજ વિશ્વાસપાત્ર માણસો છે કર્ક રાશિના લોકો.

ત્રીજી રાશિ છે મેષ રાશિ.મેષ રાશિના જાતકો જ્યારે પણ સંબંધમાં મુશ્કેલી અનુભવે છે ત્યારે તેઓ પોતાના દિલ નાેઆવાજ સાંભળે છે. હંમેશા પોતાના સાથી પ્રત્યે વફાદાર રહે છે. તેઓ એક વ્યક્તિ સાથે પ્રેમ કર્યા પછી ક્યારેય પણ બીજી માટે વિચારતા નથી. હંમેશા પોતાના સાથીને ખુશ રાખે છે.

ચોથી રાશિ વૃષભ રાશિવૃષભ રાશિના જાતકો ખૂબ જ સિલેક્ટિવ હોય છે.
મિત્રતા અને પ્રેમને ખૂબ જ વફાદારીથી નિભાવે છે. તેમના સાચા સ્વભાવ ની ખબર તો ત્યારે પડે છે કે જ્યારે કોઈ તેમના પ્રેમ વિશે વાત કરે છે તેમના રિલેશનશિપ વિશે વાત કરે છે. તેઓ ખૂબ જ વફાદાર હોય છે.

પાંચમી રાશિ મિથુન રાશિરાશિના લોકો પોતાની લવલાઇફને ખૂબ જ સારી રીતે બેલેન્સ કરી શકે છે. સંબંધન ને કઈ રીતે ચલાવવો તે કોઈ મિથુન રાશિના લોકો પાસે શીખે. સારા હોય કે ખરાબ પોતાની મેચ્યોરિટી રસ્તો કાઢી લેશે. સાથી પ્રત્યે વફાદાર હોય છે.

છઠ્ઠી રાશિ સિંહ રાશી.આ રાશિના જાતકો પોતાના મિત્રો અને પ્રેમ પ્રત્યે ખૂબ જ વફાદાર હોય છે. તે જે લોકોને પોતાના જીવનમાં આવવા દે છે , તે યાદ રાખે છે કે પોતાનાથી સામે ના વ્યક્તિને ખરાબ ના લાગે. હંમેશા સાદગીપૂર્ણ વ્યવહાર કરે છે. ખૂબ જ વફાદાર હોય છે સંબંધને લઇને.

સાતમી રાશિ કન્યા રાશિકન્યા રાશિના જાતકો બહુ કમિટમેન્ટ પર આધાર રાખતા નથી. તેઓ સમજે છે કે સંબંધ પ્રેક્ટીકલ હોવો જોઈએ. જ્યારે પણ સંબંધમાં મુશ્કેલી આવે છે , ત્યારે તેમની માટે અઘરું હોય છે નિર્ણય કરવો.
એવું નથી કે તેઓ સંબંધ ને જલ્દી ખતમ કરી નાખે છે. સંબંધને બચાવવા માટે પોતાના થી થાય એટલા પ્રયત્ન કરે છે.

આઠમી રાશિ છે તુલા રાશિતુલા રાશિના લોકોને ડર લાગ્યો રહે છે કે તેમને સાચો પ્રેમ મળશે કે નહીં. તેઓ પ્રેમ અને રોમાન્સ ની બાબતમાં આગળ હોય છે. પરંતુ તેમની ઉદાસીનતા તેમના પ્રેમ પર ઘણીવાર ભારે પડે છે. પરંતુ તેઓ સંબંધમાં વફાદાર હોય છે.

નવમી રાશિ છે ધનુરાશિધનુ રાશિના લોકોની વફાદારી, પાટણના વર્તન ઉપર આધાર રાખે છે. તેઓ પ્રેમમાં વફાદાર થવાના પૂરતા પ્રયત્ન કરે છે. પરંતુ સંબંધને પ્રેક્ટીકલ રાખવામાં માને છે. એટલા માટે પ્રેમમાં કમિટમેન્ટ કરવું તેમને માટે થોડું મુશ્કેલ રહે છે.

દસમી રાશિ છે મકર રાશિ.મકર રાશિના જાતકો ભલે પ્રેમમાં બાકીની રાશિ કરતાં પાછળ હોય, પરંતુ વફાદારીમાં તેઓ હંમેશા આગળ રહે છે. તેમની લવ લાઈફ ખૂબ જ વ્યવસ્થિત રીતે પસાર થાય છે. સંબંધમાં તે હંમેશા ખુશીને લાવે છે. તેમનો પાર્ટનર પણ એટલો જ લવિંગ અને કેરીંગ હોય છે.

અગિયારમી રાશિ છે કુંભ રાશિકુંભ રાશિના જાતકોને ખૂબ જ મહત્વકાંક્ષી ગણવામાં આવે છે. તેઓ ક્રાંતિકારી વિચારસરણી ધરાવે છે. પ્રેમ માટે વિશ્વાસપાત્રતા ધરાવે છે. પોતાના પ્રેમી માટે બધું જ દાવ પર લગાવી દે છે. પોતાના કરતાં પોતાના પ્રેમી ઉપર તેઓ વધારે વિશ્વાસ રાખે છે. પોતાના પાર્ટનરને કરવામાં આવેલા કમિટમેન્ટ હંમેશા તેઓ પૂરા કરે છે.

બારમી રાશિ છે મીન રાશિમીન રાશિના જાતકો પ્રેમમાં પડવાનું પસંદ તો કરે છે પરંતુ તેના ફસાવવાનું તેમને જરા પણ પસંદ નથી.
મીન રાશિના જાતકોને સફળ લવર માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર કાલ્પનિક દુનિયામાં તેઓ જતા રહે છે અને પોતાના પ્રેમને શોધવા લાગે છે. મોટાભાગે તેઓ સપનાની દુનિયામાં જીવવતા હોય છે .પરંતુ પોતાના પાર્ટનર પ્રત્યે વફાદાર રહે છે

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks