દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

પ્રેમ કરવા અને પામવાની લાગણીને અનુભવવા માટે કોઈ વ્યક્તિની શારીરિક હાજરી જરૂરી નથી, વાંચો આ લેખ

દસમું ધોરણ હતું. બોર્ડ ની પરીક્ષા માથે આવી રહી હતી. અચાનક જ શાળાકીય પરીક્ષા અને પ્રોજેક્ટ માં સારો દેખાવ કરતો વિદ્યાર્થી અદ્રશ્ય બેભાન થઇ ને બેડરૂમ માં પડી ગયો. રિપોર્ટમાં આંચકી (વાઈ) હતી. દવાના હેવી ડોઝ છતાં જો ફરી આંચકી આવે તો જીવનું જોખમ તો હતું જ.. ગ્લુકોઝ બોટલ્સ અને દવા ના ઘેન ને કારણે અદ્રશ્ય અર્ધ-બેભાન અવસ્થા માં સૂતો હતો.

Image Source

તેના પપ્પા આવ્યા અને તેના માથે હાથ મૂકી ને અદ્રશ્ય ની મમ્મી તરફ જોતા કહ્યું, “આને કાંઈ થઇ જાય તો આપણું કોણ?” બોલતા બોલતા તેમની આંખો માં ઝળઝળિયાં આવી ગયા. મમ્મી અને પપ્પા બેમાંથી કોઈનું ધ્યાન તે તરફ ન ગયું કે આ સમયે અદ્રશ્ય સાંભળી શકતો હતો. અદ્રશ્ય એ મનોમન નક્કી કરી લીધું કે આ બિમારી માંથી સાજા થવું જ છે. હા.. તેની મહેનત પર અસર પડી અને પરિણામો પર પણ.. છતાં તે સારા માર્ક્સ થી પાસ થયો.

કાળચક્ર ફરતું રહ્યું.

એક દિવસ અદ્રશ્ય ના પિતા ને હાર્ટએટેક આવ્યો. હોસ્પિટલ માં દાખલ થઇ ને ટ્રીટમેન્ટ શરુ થાય તે પહેલા ફરી એક એટેક…

ફરી એ જ વાક્ય નું ઉચ્ચારણ થયું,“તમને કાંઈ થઇ જાય તો અમારું કોણ?” પણ અંતે કુદરતે ડોક્ટર પાસે ‘સોરી’ બોલાવડાવી દીધું.

Image Source

એક મૃત્યુ એ ૨૦ વર્ષ ના અદ્રશ્ય ને માથે જવાબદારી તો આપી..પણ જીવન જીવવાનો ઉદ્દેશ હણાઈ ગયો.. જાણે તેનો આત્મા જ મૃત્યુ પામ્યો હતો. પણ આ વાત ની ખબર ઘર માં બીજા કોઈ ને ન પડે તેનું પણ ધ્યાન રાખવાનું હતું ને… ઊંઘ વગરની રાત્રિઓની સંખ્યા વધતી ગઈ..

એક બપોરે ડૂસકાં ભરતાં ભરતાં ક્યારે તે સૂઈ ગયો તેની ખબર અદ્રશ્ય ને ન રહી. અચાનક કોઈ એ ખભા પર હાથ મૂક્યો. તે ડર્યો અને કાંપતા કાંપતા ઉભો થયો અને પાછળ જોયું, પપ્પા હતા. એમણે પોતાની ફેવરીટ શર્ટ અને પેન્ટ ની જોડી પહેરેલી અને ‘હેન્ડસમ’ લાગતા હતા. અદ્રશ્ય પિતા ને ભેટી પડ્યો. આંસુ ની ધાર ને કારણે બરાબર બોલી ન શકાયું.. પણ તો પણ તે બોલ્યો, “કેમ છોડી દીધો? એકલો સાવ?”

પપ્પા એ તેનો ચહેરો પોતાની હથેળીમાં લીધો, આંસુ લૂછયાં, કપાળે એક ચુંબન કર્યું અને એક નિર્દોષ હાસ્ય થી કહ્યું, “ક્યારેય એ વિચાર્યું કે મને કેવું લાગશે જો તને આ પરિસ્થિતિ માં જોઇશ તો? જો તું જ નહિ રહે તો હું કેમ નો રહીશ? આમ ફરી ન કરતો ક્યારેય પણ.”

ફરી આંખો ખોલી ત્યાં અદ્રશ્ય ના પિતા દેખાયા જ નહિ… સ્વપ્ન હતું આ તો…

Image Source

તેને આ હકીકત જ લાગી.. હ્રદય ના ઊંડાણમાં એને લાગ્યું કે પપ્પા મારી સાથે જ છે. જો કે અદ્રશ્ય ને શું થયું એ સમજવા માટે થોડી ક્ષણો ની જરૂર પડી. તે ફરી રડ્યો.. પણ આ વખતે ખુશી ના આંસુ થી… તે મારી નજીક આવેલા…માત્ર એટલું જ કહેવા કે એ હંમેશા મારી સાથે છે… સમય ની સાથે તેણે રડવાનું છોડી દીધું.. હવે તેને તેના ચહેરા ના હાસ્ય માટે પ્રશંસા મળવી શરુ થઇ ગઈ… તે મનોમન માનતો હતો કે આ હાસ્ય એ તેના પિતા ની હાજરી નું પ્રતિબીંબ છે.

સાર: પ્રેમ કરવા અને પામવાની લાગણીને અનુભવવા માટે કોઈ વ્યક્તિની શારીરિક હાજરી જરૂરી નથી. તે ‘અદ્રશ્ય’ હશે તો પણ ચાલશે. તે કાંઈક એવું છે કે જેને હૃદય થી અનુભવી શકાય છે… કરવાનું માત્ર એટલું જ છે કે તમે તેને અનુભવો..

લેખક: અદ્રશ્ય
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks