લેખકની કલમે

પ્રેમ: અદૃશ્ય રસ્તો પતિ અને પત્નીનો સુંદર ઝગડો – સમય હતો સાંજના ૬:૪૫. પતિ સળંગ પોતાના ફોન તરફ જોઈ રહ્યો હતો જાણે કે કોઈ ના કોલ ની રાહ જોઈ રહ્યો હોય..

સમય હતો સાંજના ૬:૪૫. પતિ સળંગ પોતાના ફોન તરફ જોઈ રહ્યો હતો જાણે કે કોઈ ના કોલ ની રાહ જોઈ રહ્યો હોય..

અંતે કોલ આવ્યો..થોડો સમય ફોન રણકવા દીધા પછી ફોન રિસીવ કર્યો..પત્નીનો કોલ હતો..

પતિ એ કોલ રિસીવ કર્યો.

પત્ની : “ક્યાં છો?? ૬:૪૫ થયા..”

પતિ : “ઓફિસ..બસ કામ પૂરું કરું છું..”

પત્ની : “ રોજનું મોડું..વાંધો નહિ..જલદી આવજો..બાય..”

કોલ કટ થઇ ગયો..

પતિના સાથીદારને આ પ્રસંગ ઘણી વખત જોવા મળતો..

તેણે પતિને પૂછ્યું : “ભાઈ,તારો ઓફિસટાઈમ તો ૬:૦૦ વાગ્યે પતી જાય છે..પણ હું જોઉં છું કે તું ઘણીવાર નવરો બેઠો રહે છે ઓફિસમાં..અને જેવો પત્નીનો ફોન આવે કે તરત જ ઘરે જવા માટે નીકળી જાય છે..કેમ આમ??”

પતિ હસ્યો અને બોલ્યો : “મને ખબર છે કે હું ૬:૪૫ એ ઘરે નહિ પહોચું તો પત્ની મને કોલ કરશે..તેણે મારા વિના ચા પણ નહિ પીધી હોય..પત્ની તમને મહત્વ આપે..તમારું ધ્યાન રાખે તેના કારણે ઘણું સારું લાગે છે..છેલ્લે તે ગુસ્સે હશે અને મને તેને મનાવવાની ખૂબ મજા આવે છે..આ એવી રમત છે કે જે હું કદી હાર્યો નથી..ચાલ જવા દે..એ રાહ જુએ છે..હું જાઉં..”

પતિ નીકળી ગયો..સાથીદાર મનમાં વિચારી રહ્યો:મા સાચું જ કહે છે.મારે પણ પરણવું જોઈએ..

બીજી બાજુ,પતિ ઘરે પહોચ્યો..પત્નીએ છણકો કર્યો : “ઓફિસ ને ઓફિસ ના કામ જ વહાલા છે..હું તો કાઇ છું જ નહિ ને..”

પત્ની ફરીથી પત્ની ને સમજાવવા માં અને હસાવવામાં સફળ રહ્યો..પત્નીને કદી ખબર જ ન પડી કે પતિ પાસે પ્રેમ માટેના ‘અદૃશ્ય’ રસ્તા હતા.

-અદૃશ્ય (મીત રાજ્યગુરુ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks