ખબર ફિલ્મી દુનિયા

અક્ષય કુમારની ફિલ્મ ‘પૈડમેન’માં કામ કરી ચુકેલી અભિનેત્રીએ કરી આત્મહત્યા, ચાહકો ઊંડા શોકમાં

પ્રખ્યાત સીરિયલ ક્રાઇમ પેટ્રોલની એક્ટ્રેસે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેણે સોની ટીવી અને કલર્સ જેવી મોટી ચેનલોના ઘણા કાર્યક્રમોમાં કામ કર્યું હતું. તે મૃત્યુ પામ્યા પહેલા તેનું છેલ્લું વોટ્સએપ સ્ટેટસ હતું, સૌથી ખરાબ હોય છે સપનાનું મરી જવું.

મોડી રાત્રે ટીવી એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ ઈંદોરના બજરંગ નગરમાં ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી હતી. તે મુંબઈની ટીવી સીરિયલમાં કામ કરતી હતી. તેણે ક્રાઈમ પેટ્રોલના અનેક કાર્યક્રમોમાં પણ એકિટિંગ કરી હતી.

એક્ટ્રેસના પિતાના જણાવ્યા અનુસાર તે લોકડાઉન હોય ઘરે આવી હતી. મુંબઈમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે રહ્યા છે તે જોઈને લાગી રહ્યું હતું તે લાંબા સમય સુધી કામ કરશે નહીં. જેના કારણે તેણે હતાશામાં આવ્યા પછી આ પગલું ભર્યું છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે લોકડાઉનમાં કામ ન હોવાના કારણે તેણે આત્મહત્યા કરી હતી. પરિવારજનો આ પ્રકારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ઇન્દોર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસ એ તપાસમાં જોડાઈ ગઈ છે કે, એક કલાકારનું કરિયરના સપના તૂટવાના ડરે જિંદગી ખતમ થઇ ગઈ કે,પડદા પાછળ કોઈ અલગ જ રહસ્ય છે.
જણાવી દઈએ કે, પ્રેક્ષાએ તેની કરિયરની શરૂઆત અભીજીત, વાડકર,સંતોષ રેગે અને નગેન્દ્ર સિંહ રાઠૌરઆ નાટ્ય ગ્રુપ ‘ડ્રામા ફેક્ટરી’થી કરી હતી.

આ બાદ પ્રેક્ષાએ ખુબસુરત બહુ, બુંદે, રાક્ષસ, પ્રતિબિંબ, પાર્ટનર, હા, થ્રિલ, અધૂરી ઔરત જેવા નાટકોમાં કામ કર્યું હતું. તેને અભિનય માટે ત્રણ રાષ્ટ્રીય નાટ્ય ઉત્સવોમાં પણ ઇનામ મળ્યા હતા.
પ્રેક્ષા મહેતાએ અક્ષય કુમાર સાથે ‘પેડમેન’માં કામ કર્યું હતું.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..