વાહ, આ અભિનેત્રીએ માણસાઈ દેખાડીને ફેન્સનું દિલ જીતી લીધું …
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ થોડા દિવસો પહેલા જ પોતાનો 45મો જન્મ દિવસ ઉજવ્યો. તેમનો જન્મ શિમલામાં 31 જાન્યુઆરી 1975ના રોજ થયો હતો. તેમના ગળે ખૂબ જ સુંદર ખાડા પડે છે જેને કારણે બધા જ તેમને ડિમ્પલ ગર્લ તરીકે ઓળખે છે. આજકાલ પ્રીતિ ઝિન્ટા બોલિવૂડથી દૂર છે, પ્રીતિની છેલ્લી ફિલ્મ ભૈયાજી સુપરહિટ હતી.
View this post on Instagram
બોલિવૂડથી ભલે તેઓ દૂર હોય પણ આઇપીએલ દરમ્યાન તે મેદાન પર પોતાની ક્રિકેટ ટિમ કિંગ્સ ઇલેવન પંજાબનો ઉત્સાહ વધારતા જોવા મળે છે. ફિલ્મોમાં આવતા પહેલા પ્રીતિ વિજ્ઞાપનોમાં કામ કરતી હતી અને આ સિવાય તે બીબીસી માટે આર્ટિકલ પણ લખતી હતી. પ્રીતિ બીબીસી માટે કોલમ લખતી હતી, જેમાં તે બોલિવૂડની ફિલ્મો માટે પોતાનો અભિપ્રાય લખતી હતી.
View this post on Instagram
આટલું જ નહિ, પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 2009માં પોતાના 34મા જન્મદિવસે ઋષિકેશના એક અનાથાશ્રમની 34 છોકરીઓને દત્તક લીધી હતી. આ બધી જ છોકરીઓના ઉછેરની જવાબદારી પ્રીતિએ લઈને રાખી છે. પણ ઘણા બધા લોકો એવું પણ માને છે કે પ્રીતિ ઝિંટા પણ દત્તક લેવાયેલી દીકરી છે.
View this post on Instagram
જો ખબરોની માનવામાં આવે તો પ્રીતિ ઝિન્ટાને શાનદાર અમરોહીએ દત્તક લીધી હતી. જયારે શાનદાર અમરોહીનું નિધન થયું ત્યારે પ્રીતિ ઝિંટા પાસે 600 કરોડ રૂપિયા મેળવવાની તક હતી, પણ તેને એ જતી કરી હતી. એવું કહેવાય છે કે નિધનના સમયે શાનદાર અમરોહી 600 કરોડની સંપત્તિના માલિક હતા અને તેઓ પોતાની બધી જ સંપત્તિ પ્રીતિ ઝિન્ટાના નામે કરી દેવા માંગતા હતા. પરંતુ પ્રીતિએ 600 કરોડની સંપત્તિને લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
View this post on Instagram
પ્રીતિ ઝિન્ટા અભિનયની સાથે સાથે અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી. તેને ઈંગ્લીશ ઓનર્સમાં બેચલર કર્યા બાદ મનોવિજ્ઞાનમાં માસ્ટર્સ કર્યું છે. આ પછી જ તેમને મોડેલિંગ કરવાનું શરુ કર્યું હતું.