પત્રકારથી ટીચર અને પછી બની IPS ઓફિસર, જાણો કેમ નામ સાંભળતા જ થથરી જાય છે આરોપી
વર્ષ 2008 બેચની IPS પ્રીતિ ચંદ્રા પહેલા ટીચર હતા, હવે તેઓ બિકાનેરમાં SPની જવાબદારી સંભાળી રહ્યા છે. ચંદ્રા બિકાનેરના પહેલા મહિલા એસપી છે. રાજસ્થાનની લેડી સિંધમના નામથી ઓળખાતા ચર્ચિત પ્રીતિ ચંદ્રાનું ‘ટેરર ઇફેક્ટ’ હવે ભીલવાડામાં પણ જોવા મળી રહ્યુ છે. તેમણે ગણતરીના દિવસોમાં જ એક બાદ એક આદેશ જારી કર્યા હતા અને તેને કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા હતા.
લેડી સિંઘમના નામે મશહૂર આઇપીએસ પ્રીતિ ચંદ્રા 2008 બેચના આઇપીએસ ઓફિસર છે. તેમનો જન્મ સીકર જિલ્લાના કુદન ગામમાં વર્ષ 1979માં એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમના આઇપીએસની કહાની યુવાઓને ઘણી પ્રેરણા આપે છે. તેમજ તેમની કહાની ઘણી દિલચસ્પ પણ છે.
પ્રીતિ ચંદ્રાના પિતા રામચંદ્ર સુંડા સેનામાં રહી ચૂક્યા છે. પિતાએ દીકરી વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, તેમને તેેમની દીકરી પર ગર્વ છે. તેણે વર્ષ 2008માં કોચિંગ વગર પહેલીવારમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. આઇપીએસ ઓફિસર બન્યા પહેલા પ્રીતિ ચંદ્રાએ પત્રકારિતામાં પણ ભાગ્ય અજમાવ્યુ હતું.
તમને જણાવી દઇએ કે, 8 માર્ચના રોજ સમગ્ર દુનિયામાં વુમેંસ ડે મનાવવામાં આવે છે. મહિલા દિવસ પર નારી શક્તિને સલામ કરતા મહિલાઓની ઉપલબ્ધિઓને સેલિબ્રેટ કરવામાં આવે છે. આજે બધી ફિલ્ડમાં મહિલાઓ તેમની સફળતા બતાવી રહી છે. તેઓ સંઘર્ષ કરતા તેમની મિસાલ કાયમ કરી રહી છે.
આવી જ એક મહિલા છે પ્રીતિ ચંદ્રા, જે પૂરી ઇમાનદારી અને હિંમતથી તેમનું કામ કરી રહી છે. તે જ કારણ છે કે, તે લોકોમાં લેડી સિંઘમના નામથી મશહૂર થઇ ચૂકી છે. આરોપીઓ માટે તે માત્ર તેમનું નામ જ ઘણુ છે. જેના આગળ ઘણા આરોપીઓ સરેંડર કરી ચૂક્યા છે.
મહિલા અધિકારી મૂળ રૂપથી રાજસ્થાનના સીકરની રહેવાસી છે. તેઓ હાલ બિકાનેરમાં એસપીની જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલા તેઓ વર્ષ 2012થી 2013માં બુંદી એસપી રહી ચૂક્યા છે. તેઓ બીહડમાં ડાકુઓને પકડવા માટે કેંપ પણ લગાવી ચૂક્યા છે. ડાકુઓમાં એટલે ભય બેસાડ્યો કે તેઓએ સામે આવીને સરેંડર કરી દીધું.
મહિલા દિવસના આ ખાસ અવસર પર પ્રીતિ ચંદ્રાએ દૈનિક ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યુ કે, આજકાલ ઘણીવાર એવું દેખવા મળે છે કે, નાના ઝઘડાના મામલે પરિવાર મહિલાઓ તરફથી ગેંગરેપ અને છેડછાડ જેવા ફર્જી ગંભીર આરોપ લગાવી દે છે. જયારે આવી ફરિયાદ પોલિસ અને કોઇ એજન્સિઓ તરફથી તપાસવામાં આવે તો વાત કંઇ અલગ જ નીકળે છે.
લોકો આ કાનૂનો ગેરઉપયોગ કરે છે. આ સામાન્ય પ્રવૃત્તિ બનતી જઇ રહી છે. એવું વિચારવું જોઇએ કે, મહિલાઓ માટે બનેલા જે કાનૂન છે તેનો દૂરઉપયોગ ના થાય. ખાસ કરીને તો મહિલાઓએ આ વાત પર ધ્યાન આપવું જોઇએ.
આઇપીએસ પ્રીતિ ચંદ્રા પ્રશાસનિક સેવા પહેલા ટીચર પણ રહી ચૂક્યા છે. જયાં તેઓ બાળકોના અભ્યાસ માટે આવી રહેલ મુશ્કેલીઓ સામેે કેવી રીતે લડવુ તે વિશે જણાવતા હતા.
આઇપીએસ અધિકારી બન્યા પહેલા તેઓ એક પત્રકાર પણ રહી ચૂક્યા છે. આઇપીએસ અધિકારી બન્યા બાદ તેઓ અલવરમાં એસએસપી રહ્યા. ત્યાર બાદ એસપી અને કોટા એસીબીમાં એસપી રહી ચૂક્યા છે. કરૌલીના એસપી રહ્યા બાદ આ સમયે તેઓ બીકાનેરમાં એસપીની જવાબદારી સંભાળી રહ્યા છે.