હૃદય હચમચાવી દેનારી ઘટના: ગર્ભવતી બહેનનું માથું ભાઈએ ધડથી કાપી નાખ્યું અને પછી મા-દીકરા કપાયેલા માથા સાથે લીધી સેલ્ફી

દેશભરમાંથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે, ઘણા લોકો અંગત અદાવત રાખી અને કોઈને હત્યા કરી નાખતા હોય છે, તો ઘણી મહિલાઓને સાસરિયા દ્વારા ત્રાસ આપીને પણ તેની હત્યા કરી દેવાની ઘટાનો પ્રકાશમાં આવે છે, ઘણી જગ્યાએ દીકરીના પ્રેમથી નારાજ પરિવારજનો પણ પોતાની દીકરીની હત્યા કરી દેતા હોય છે, આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે, જેમાં એક 19 વર્ષની ગર્ભવતી દીકરીની તેના જ ભાઈ અને માતાએ હત્યા કરી નાખી હતી.

આ ઘટના બની છે મહારાષ્ટ્રના ઔરંગાબાદના વેજપુર જિલ્લામાં આવેલા લાડગાંવના શીવારમાં. જ્યાં દીકરીના પ્રેમ લગ્નથી નારાજ માતા અને ભાઈએ ભેગા મળીને દીકરીની હત્યા કરવાનું કાવતરું બનાવી લીધું અને દીકરીના ઘરે જઈને જયારે તે રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે જ તેના ભાઈએ ધારદાર હથિયારથી બહેનનું ગળું ત્યાં સુધી કાપ્યું જ્યાં સુધી તેનું માથું અલગ ના થઇ ગયું, અને ત્યારબાદ માં દીકરાએ દીકરીના માથા સાથે સેલ્ફી પણ લિધિ હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પરિવારની 19 વર્ષની દીકરી કીર્તિને લાડગાંવમાં રહેતા અવિનાશ સાથે પ્રેમ થયો હતો. જેના બાદ બનાને કોર્ટ મેરેજ કરીને ગોયગાંવ રહેવા લાગ્યા હતા. પરંતુ કીર્તિના આ લગ્નથી તેના પરિવારજનો ખુશ નહોતા, તે છતાં પણ તેની માતા અને તેનો ભાઈ કીર્તિના ઘરે આવવા-જવા લાગ્યા હતા, ત્યારે લોકોને પણ એમ લાગ્યું કે કીર્તિના પરિવારજનોએ તેમના પ્રેમલગ્નનો સ્વીકાર કરી લીધો છે.

પરંતુ કીર્તિના ભાઈ અને તેની માતાના મનમાં કંઈક જુદી જ ખીચડી રંધાઈ રહી હતી, કીર્તિ બે મહિનાની ગર્ભવતી પણ હતી, જેની જાણ તેના ભાઈ અને માતાને પણ હતી, ગત રવિવારની સાંજે કીર્તિનો ભાઈ અને તેની માતા કીર્તિના ઘરે ગયા હતા. કીર્તિના પતિ અવિનાશની તબિયત સારી ના હોવાના કારણે તે સુઈ રહ્યો હતો અને કીર્તિ રસોડામાં ચા બનાવવા માટે ગઈ. ત્યારે જ તેના ભાઈએ ધારદાર હથિયારથી કીર્તિનું માથું ધડથી અલગ કરી નાખ્યું.

રસોડામાંથી આવાજ આવતા અવિનાશ પણ અંદર ભાગ્યો અને તેની ત્યાં કીર્તિની લાશ બે ટુકડામાં વહેંચાયેલી જોઈ. આવિનાશ કીર્તિના ભાઈને પકડવા માટે ગયો પરંતુ તે ત્યાંથી ભાગી ગયો અને સીધો જ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાને સરેન્ડર કરી દીધો.  જેના બાદ પોલીસે આરોપી ભાઈ સંજય મોટે અને તેની માતા શોભાની ધરપકડ કરી લીધી.

Niraj Patel