ગર્ભવતી પત્ની સાથે શારિરિક સંબંધ બાંધવા પતિએ હદો વટાવી, સાસુએ તો એવું કર્યું કે બચ્ચું પેટમાં જ મરી ગયું, જુઓ
husband beat wife ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરણિત મહિલાઓ પર અત્યાચાર થવાની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમાં પરણિતા પર દહેજને લઈને કે બાળક ના થવાને લઈને વારંવાર અત્યાચાર ગુજારવામાં આવતો હોય છે. ત્યારે હાલ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં પત્ની પર પતિએ કરેલા અત્યાચાર વિશે જાણીને તો તમારું કાળજું પણ કંપી ઉઠશે.
હનીમૂન પર દારૂ પીને પતિ સંબંધો બાંધવા પત્નીને મારતો:
આ ઘટના સામે આવી છે અમદાવાદના આંબલી વિસ્તારમાંથી. જ્યાં એક પતિએ પત્ની પર અત્યાચાર કરવાની તમામ હદ વટાવી દીધી. આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર મહિલાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. લગ્નનો શરૂઆતનો સમય તેના માટે ખુબ જ સારો રહ્યો. તે તેના પતિ સાથે હનીમૂન પર પણ ગઈ હતી. જ્યાં પતિ દારૂ પીને પત્ની પર વારંવાર સંબંધ બાંધવા માટે દબાણ કરતો અને માર પણ મારતો હતો.
ગર્ભાવસ્થામાં સાસુ દવાના બદલે ઘરેલુ નુસખા કરતી:
હનીમૂન પરથી પરત આવ્યા બાદ પણ સાસુ તેની સાથે ઘરના કામને લઈને વારંવાર ઝઘડા પણ કરતી હતી. આવો ત્રાસ સહન કરવા છતાં પણ પરણિતા પોતાના સાસરે જ રહેતી હતી. પત્ની જયારે પ્રથમવાર ગર્ભવતી બની ત્યારે સાસુએ દવાના બદલે ઘરેલુ ઉપચાર શરૂ કર્યા. તે ડોક્ટરને બતાવવા પણ જતા પરંતુ ઘરે આવ્યા બાદ ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓને કચરા પેટીમાં નાખી ઘરેલુ ઉપચાર કરવામાં આવતો.
કાઢો પીવડાવતા ગર્ભમાં જ બાળક મૃત્યુ પામ્યું:
આ ઉપરાંત અંધશ્રદ્ધામાં ઘેલી બનેલી સાસુ તાંત્રિક ટોટકા પણ કરતી. મહિલાને એકવાર તેના સાસુએ એક કાઢો પીવડાવ્યો અને તેના કારણે તેની તબિયત બગડી અને રાત્રે જ બ્લીડીંગ પણ શરૂ થઇ ગયું. જેના બાદ હોસ્પિટલ લઇ જવામાં આવી અને ડોકટરે ગર્ભમાં રહેલું બાળક મૃત છે અને 3 મહિના સુધી સાવચેતી રાખવા, તેમજ ગર્ભ ધારણ ના કરવા અને સંબંધો પણ નહિ બાંધવાનું પતિની હાજરીમાં જ જણાવ્યુ.
ગુપ્તાંગ પર પતિ લાતો મારતો:
તેમ છતાં પતિ તેની સાથે જબરદસ્તી સંબંધો બાંધવા દબાણ કરતો હતો અને તેની સાથે સંબંધો બાંધ્યા. એટલું જ નહિ મહિલા પર ત્રાસ ગુજારતા તેને ગુપ્તાંગ અને પેટ પર લાતો પણ મારી હતી. આ બધાથી કંટાળીને પરણિતા આખરે તેના પિયર ચાલી ગઈ. ત્યારબાદ પણ તે તેના સાસરે પાછી ફરતા પતિએ મારીને પાછી કાઢી મુકતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.