ગર્ભવતી પત્ની સાથે અંડર વોટર ફોટોશૂટ કરાવ્યું હતું અભિનેતા કરણવીર વોહરાએ, બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો અભિનેતા

બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો અભિનેતા- જુઓ તસવીરો

થોડા દિવસ પહેલા ટીવીના ખ્યાતનામ કલાકાર કરણવીર વોહરાના ઘરમાં કિલકારી ગુંજી છે. કરણવીર ત્રીજી દીકરીનો પિતા બન્યો છે.  તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. અવાર નવાર તે પોતાની દીકરી સાથેની તસવીરો પણ શેર કરતો રહે છ. આ  દરમિયાન જ કરણવીર ટીજે સાથેની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસવીરો ટીજેની પ્રેગ્નન્સી દરમિયાનની છે. જયારે આ કપલે અંડર વોટર ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીરો હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે.

એક તસ્વીરની અંદર ટીજે ગ્રીન આઉટફિટમાં નજર આવી રહી છે. તે પાણીની અંદર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવે છે.

તો એક તસ્વીરમાં કરણ તેની પત્નીના બેબી બમ્પ ઉપર કિસ કરતો નજર આવી રહ્યો છે. બીજી કેટલીક તસ્વીરોમાં કરણ પોતાના દીકરીઓ બેલા અને વિયાના સાથે નજર આવી રહ્યો છે. આ તસવીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કરણવીર હવે ત્રણ દીકરીઓનો પિતા બની ગયો છે. ટીજેએ કેનેડાની અંદર ત્રીજી દીકરીને જન્મ આપ્યો છે. આ પહેલા તેને બે જોડિયા દીકરીઓ પેદા થઇ હતી. કરણ અને ટીજેના લગ્ન 3 નવેમ્બર 2006ના રોજ થયા હતા.

કરણે પોતાના કેરિયરની શરૂઆત “શરારત” ધારાવાહિક દ્વારા કરી હતી. આ ઉપરાંત તે કસોટી જિંદગી કીમાં પણ મહત્વનું પાત્ર ભજવતો જોવા મળ્યો હતો. કરણ બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચુક્યો છે.

Niraj Patel