મનોરંજન

વધેલા પેટ સાથે રસ્તા ઉપર પતિ સૈફ સાથે જોવા મળી કરીના કપૂર, આમને જોતા જ કંઈક આવું હતું રિએક્શન, જુઓ તસવીરો

ફુલેલું પેટ અને પગમાં સોજા ચડી ગયેલી છે તો પણ કરીના મસ્ત ફરી રહી છે- જુઓ તસવીરો

અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની પ્રેગ્નેન્સીના દિવસો માણી રહી છે, હવે થોડા જ સમયમાં તે પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. આ દરમિયાન કરીના ઘણી જગ્યાએ સ્પોટ થતી પણ જોવા મળે છે. હાલમાં જ કરીના પોતાના પતિ સૈફ સાથે વૉક કરતી નજર આવી હતી જેમાં બંને જણા હળવાશની પળો માણતા માણતા વાતો કરતા ચાલી રહ્યા હતા. પરંતુ અચાનક જ કરીના મોઢું ફેરવી લેતી જોવા મળે છે.

કરીના અને સૈફ જયારે ચાલી રહ્યા હતા તે દરમિયાન જ ઘણા બધા ફોટોગ્રાફરો તેને કેમેરામાં કેદ કરવા માટે ઉભા રહ્યા હતા, તેમને જોતા જ કરીનાએ મોઢું ફેરવી લીધું હતું. કરીનાએ આ દરમિયાન ઢીલા ભૂરા રંગનું પ્રિન્ટેડ કફતાન પહેર્યું હતું. પ્રેગ્નેન્સીના કારણે કરીનાના ગાલ પણ ફૂલેલા જોવા મળી રહ્યા હતા.

તેના પગમાં પણ સોજા આવી ગયા છે. સૈફ આ દરમિયાન ખુબ જ મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. તેને ફોટોગ્રાફરને જોતા જ હાથ હલાવ્યો અને તેમની પાસે વાત કરવા માટે પણ ચાલ્યો ગયો હતો. સૈફે કાલા રંગની ટી શર્ટ અને ચહેરા ઉપર લાલ રંગનો રૂમાલ બાંધ્યો હતો.

કરીના હાલ પોતાના બીજા બાળકની તૈયારીમાં લાગી ગઈ છે. બીજા બાળકના જન સાથે તે પોતાના નવા ઘરની અંદર શિફ્ટ થવા માંગે છે. કરીના અને સૈફ પોતાની દેખરેખમાં જ નવા ઘરનું ઇન્ટિરિયર કરાવી રહ્યા છે.