મનોરંજન

એક હાથથી વધેલું પેટ અને બીજા હાથથી દીકરા તૈમુરને સાચવતી જોવા મળી કરીના કપૂર, વાયરલ થઇ રહી છે તસવીરો

કરીના ખાન માંડ માંડ સાચવી રહી છે બેબી બમ્પ, જુઓ તસવીરો

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની બીજી પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે. આ દરમિયાન કરીના ઘણી જગ્યાએ સ્પોટ પણ થતી જોવા મળે છે. કરીનાએ થોડા દિવસ પહેલા જ પોતાની યોગા કરતી તસવીરો પણ શેર કરી હતી.

હાલ કરીનાને ઘરની બહાર સ્પોટ કરવામાં આવી છે જેમાં તે પોતાના વધેલા પેટ સાથે એક હાથે પોતાના બેબી બમ્પને સાચવતી અને બીજા હાથથી દીકરા તૈમુરને સાચવતી જોવા મળી હતી.

કરીના પોતાના પ્રેગ્નેન્સીમાં ઘરે બેસવાના બદલે ક્યારેક મુંબઈના રસ્તા ઉપર તો ક્યારેક ક્લિનિકની બહાર સ્પોટ થતી જોવા મળે છે. તો શનિવારના રોજ કરીના પોતાની બહેન કરિશ્મા કપૂરના ઘરની બહાર જોવા મળી હતી.

કરીના વિકેન્ડ ઉપર પોતાની બહેન કરિશ્માના ઘરે મળવા માટે જતી હોય છે. કરીના ખુબ જ ટૂંકા સમયમાં હવે પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. સૈફ અલી ખાને જ માહિતી આપતા જણાવ્યું હતું કે કરીના ફેબ્રુઆરીમાં પોતાના બીજા બાળકને જન્મ આપશે.

સામે આવેલી તસ્વીરોની અંદર કરીના કાળા રંગના ટ્રેક શૂટમાં નજર આવે છે. કોરોનાથી સલામતી માટે તેને ચેહરા ઉપર માસ્ક પણ લગાવી રાખ્યો હતો. આંખો ઉપર ચશ્મા લગાવવાની સાથે કરીનાએ પોતાના વાળને પણ ખુલ્લા રાખ્યા હતા.

વાત કરીએ જો કરીનાના લાડલા તૈમુરની તો તે પણ ફરીએકવાર ખુબ જ સારા મૂડમાં દેખાઈ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તૈમૂરના સામે આવેલી તસવીરો અને વીડિયોની અંદર તે ફોટોગ્રાફર ઉપર ગુસ્સે થતો પણ નજર આવ્યો હતો, પરંતુ આ વખતે તેને ફોટોગ્રાફરને જોઈને હાથ હલાવ્યો હતો.

ગાડીમાંથી ઉતરતા જ તૈમુર હાથ હલાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને કાળા રંગની ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરી રાખ્યું હતું. દીકરાની સુરક્ષાનું ધ્યાન રાખીને તૈમુરને પણ કરીનાએ ચહેરા ઉપર માસ્ક લગાવી આપ્યું હતું.

કરીના જયારે પણ પોતાની બહેન કરિશ્માના ઘરે જાય છે ત્યારે તે તૈમુરને સાથે લઈને જ જાય છે, પરંતુ જ્યારે તે કામ ઉપર જાય છે ત્યારે તૈમુરને પણ ઘરે એકલા જ સમય વિતાવવો પડે છે. તેની દેખરેખ રાખવા માટે નૈની તૈમુરની સાથે રહે છે.

પ્રેગ્નેન્સીમાં કરીનાનું વજન ખુબ જ વધી ગયું છે. હવે તો તેને ચાલવામાં પણ તકલીફ થઇ રહી છે. એટલું જ નહિ પ્રેગ્નેન્સીના કારણે કરીના પગમાં સોજા આવી ગયા છે.