ખબર

108ના સ્ટાફની મદદથી મહિલાએ એમ્બ્યુલન્સમાં જ આપ્યો જોડિયા બાળકોને જન્મ, જુવો તસવીરો ક્લિક કરીને

108 એમ્બ્યુલન્સ સર્વિસ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. ત્યારે આ સુવિધાનો ફાયદો ઘણા લોકોને મળી રહ્યો છે. આ જ રીતે ભાવનગરના જેસર ખાતે રહેતા અને ખેતમજૂરી કરીને ગુજરાન કરતા ગરીબ પરિવાર માટે પણ આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઇ હતી.

Image Source

વાત એમ છે કે જેસરની 24 વર્ષીય મહિલા ભાવના ડાભીને રવિવારની સાંજે પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી હોસ્પિટલ પહોંચવા માટે તેમના પરિવારે 108ને જાણ કરી હતી. જાણકારી મળતા જ 108નો સ્ટાફ મદદે પહોંચ્યો હતો. આ મહિલાને હોસ્પિટલ લઇ જવાઈ રહી હતી ત્યારે જ રસ્તામાં તેને પીડા અસહ્ય બની ગઈ. જેથી પરિસ્થિતિને સાચવી લેવા માટે 108ના સ્ટાફે એમબ્યુલન્સ રસ્તાની સાઈડ પર જ રોકીને સુવિધાઓથી સજ્જ 108 એમ્બ્યુલન્સની અંદર જ મહિલાની સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી.

Image Source

ડિલિવરી દરમ્યાન મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. 108માં હાજર સ્ટાફના ઝડપી નિર્ણયને કારણે મહિલા અને તેમના બંને બાળકો સ્વસ્થ છે. પરંતુ જોડિયા બાળકોને કારણે 108ના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવવી પડી હતી. આ પછી મહિલા અને તેમના બંને બાળકોને તપાસ માટે મહુવા લઇ જવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર 108ની ભારે પ્રશંસા થઇ રહી છે. 108ની માહિતી પ્રમાણે જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં પ્રસુતિની પીડાના 129 કેસ એવા બન્યા છે કે જેમાં સગર્ભા મહિલાની ડિલિવરી એમ્બ્યુલન્સમાં કે પછી તેના ઘરે જ કરાવાઈ હોય. અને વર્ષ 2007થી અત્યાર સુધીમાં આવા 5296 કેસ નોંધાયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks