કોરોનાથી બચાવવા માટે પ્રગ્નેન્ટ DSP લાકડી લઈને રોડ ઉપર ઉતરી, વીડિયો શેર કરીને કહી દીધી આ મોટી વાત

દેશભરમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે, આ સમયે સ્વાસ્થ્ય કર્મીઓ, ડોક્ટર અને પોલીસ ખડેપગે ઉભા રહી અને આ મહામારીમાંથી લોકોને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. આ દરમિયાન ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ગર્ભવતી ડીએસપી હાથમાં ડંડો લઇ અને ફરજ બજાવી રહી છે.

વાયરલ વીડિયોની અંદર જે મહિલા ડીએસપી દેખાઈ રહી છે તેમનું નામ શિલ્પા સાહૂ છે. ઉનાળાની ભર બાપરે તડકામાં આ મહિલા ડીએસપી એક હાથમાં લાકડી લઇ અને કોરોનાથી બચવા માટે ચહેરા ઉપર ફ્રેશ શિલ્ડ લગાવેલી જોવા મળી રહી છે. આ વીડિયો બસ્ટર જિલ્લાના દંતેવાડાનો છે. આ ડીએસપીને ઘરની અંદર રહેવા માટે લોકોને અપીલ કરતા પણ સાંભળી શકાય છે.

આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ આ તસ્વીર શેર કરી છે. સાથે કેપશનમાં લખ્યું છે કે, “આ તસવીર દંતેવાડા ડીએસપી શિલ્પા સાહૂની છે. શિલ્પા ગર્ભવસ્થા દરમિયાન બળબળતા તાપની અંદર પોતાની ટીમ સાથે રસ્તાઓ ઉપર ખડા પગે ફરજ બજાવી રહી છે અને લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે અપીલ કરી રહી છે.

આ ઉપરાંત તેમનો એક વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે એક હાથમાં લાકડી લઈને લોકોને રોકી રહી છે અને તેમને પૂછી રહી છે કે ક્યાં જઈ રહ્યા છો. જેવો જ આ વીડિયો સામે આવ્યો ડીએસપીની લોકોએ પ્રસંશા કરવાનું શરૂ કરી દીધું. તેના સાહસ અને તેના કાર્યને લોકો સલામ કરી રહ્યા છે.

દુર્ગની રહેવાવાળી શિલ્પા સાહૂનું કહેવું છે કે પોલીસની આખી ટિમ કોવિડ-19થી બચાવ માટે રસ્તા ઉપર છે. હું બધાને વિનંતી કરું છું કે અમે બધા તમારી સુરક્ષા માટે રોડ ઉપર છીએ અને તમારે ઘરે રહેવું જોઈએ.

Niraj Patel