ખબર ફિલ્મી દુનિયા

પ્રેગ્નન્ટ અનુષ્કા શર્માએ ભર ઠંડીમાં પૂરા દિવસોએ કરાવ્યું એવું ફોટોશૂટ કે ફેન્સને ગરમી લાગી ગઈ- જુઓ

બૉલીવુડ અને ટીવીની ઘણી અભિનેત્રીઓ હાલમાં પોતાના પ્રેગ્નેન્સીના દિવસોનો આનંદ માણી રહી છે. ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા પ પોતાના પ્રેગ્નેન્સીને માણી રહી છે ત્યારે આ દરમિયાન તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. જેમાં તે પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

હાલમાં જ અનુષ્કાએ એક ફોટોશુટ કરાવ્યું તે દરમિયાન તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ખુબ જ સુંદર ફોટોશૂટની પ્રસંશા વિરાટ કોહલીએ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ પોતાની આ તસ્વીરને પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. સાથે જ તેને એક ખુબ જ સુંદર કેપશન પણ આપ્યું છે, જેમાં અનુષ્કાએ લખ્યું છે, “આ હું મારા માટે કેપ્ચર કરાવી રહી છું, જીવન ભર માટે’

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ આ ફોટોશૂટની ચાર તસવીરો શેર કરી છે. જેમાં પહેલી તસ્વીરમાં તે લોન્ગ કોટમાં જોવા મળી રહી છે. જયારે બીજી તસ્વીરમાં સફેદ શર્ટમાં નજર આવે છે. ત્રીજી તસ્વીરમાં તેને લોન્ગ સ્વેટર પહેર્યું છે. તો ચોથી તસ્વીરમાં તે બેસીને પોઝ આપતી જોવા મળે છે. અનુષ્કાની આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ઘણા લોકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. અનુષ્કાના પતિ વિરાટ કોહલીએ પણ કોમેન્ટ કરીને કહ્યું છે “બ્યુટીફૂલ”

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ થોડા દિવસ પહેલા જ આવનાર બાળકની જવાબદારીને લઈને જણાવ્યું હતું કે તેમને બંનેએ પોટનાઈ જવાબદારી વહેંચવાનું નક્કી કર્યું છે, તેને કહ્યું કે, “અમારા માટે એ બહુ જ જરૂરી છે કે અમારું બાળક બહુ જ આશીર્વાદના દૃષ્ટિકોણની સાથે મોટું થાય. આ બધું જ જવાબદારી વહેંચવા ઉપર નિર્ભર કરે છે.