ખેલ જગત ફિલ્મી દુનિયા

પતિની જીત ઉપર બેબી બંપ વાળી અનુષ્કાની આ તસ્વીર થઇ ખુબ જ વાયરલ, તમે પણ જુઓ

હાલમાં ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે. કારણ કે કોરોનાકાળના કારણે આઈપીએલ ફરી શરૂ થઇ ગઈ છે. ત્યારે ક્રિકેટ રસિયાઓ આ સમયે ક્રિકેટનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ દરમિયાન જ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની ટિમ રોયલ ચેલન્જર બેંગલોર પણ આ વર્ષે ઘણો જ સારો દેખાવ કરી રહી છે. ત્યારે વિરાટની મેચ જોવા માટે તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર હોય છે.

Image Source

વિરાટ કોહલી થોડા જ સમયમાં પિતા બનવાનો છે. ત્યારે હવે અનુષ્કાની બેબી બંપની તસવીરો પણ વાયરલ થવા લાગી છે ત્યારે આરસીબીની છેલ્લી જીતની ખુશી સમયે અનુષ્કાની એક બેબી બંપ વાળી તસ્વીર પણ વાયરલ થઇ રહી છે.

Image Source

રાજસ્થાન રોયલ્સ અને આરસીબી વચ્ચે યોજાયેલી છેલ્લી મેચમાં અનુષ્કા હાજર હતી. તેની સાથે સ્પિનર યજુવેન્દ્ર ચહલની થનારી પત્ની ધનશ્રી પણ હાજર હતી. ધનશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક ખુબ જ ક્યૂટ તસ્વીર શેર કરી છે જેમાં અનુષ્કા પોતાના બેબી બંપ ઉપર હાથ ફેરવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

આ તસ્વીર શેર કરવાની સાથે ધનશ્રીએ કેપશનમાં લખ્યું છે: “ખુશ લોકો, હું મારી પહેલી મેચની ખુશનુમા પળ તમારી સાથે શેર કરી રહી છું. આરસીબી ટીમને શુભકામના” અનુષ્કા આ તસ્વીરમાં નારંગી રંગના ફ્લોરલ ડ્રેસમાં નજર આવી રહી છે. આ એક ઓફ શોલ્ડર ડ્રેસ છે. અનુષ્કાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. સાથે નાનો નેકલેસ પહેર્યો છે. અને ચહેરા ઉપર હાસ્ય દેખાઈ રહ્યું છે.

દુબઈની અંદર ક્વોરેન્ટાઇન પિરિયડ પૂરો કર્યા બાદ ધનશ્રી પહેલીવાર આઇપીએલ 2020ની મેચ દરમિયાન સ્ટેડિયમમાં નજર આવી હતી. આ તસ્વીરમાં દાનિશ સેટ અને પાર્થિવ પટેલ પણ નજર આવી રહ્યા છે. બેંગ્લોરે રાજસ્થાનને આ મેચમાં 7 વિકેટથી હરાવ્યા હતા.

Image Source

અનુષ્કા માટે આ સીઝનમાં બીજો ચાન્સ હતો કે તે સ્ટેડિયમમાં પોતાના પતિને ચીયર કરતી નજર આવી રહી હતી. આ પહેલા પણ ચેન્નઈ સુપરકિંગ્સ સાથે આરસીબીની મેચ દરમિયાન તે કાળા રંગના ડ્રેસમાં નજર આવી હતી. અને આ દરમિયાન જ તેને પોતાના પતિને ફલાઇંગ કિસ પણ આપી હતી.