અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને એક વર્ષ થવા જઈ રહ્યું છે. બંન્નેએ આગળના વર્ષે 14 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના અમુક સમય પછીથી જ દીપિકાની ગર્ભાવસ્થાને લઇને અફવાહ ઉડવા લાગી હતી, જે આજે પણ ચાલી રહી છે.
View this post on Instagram
એવામાં અમુક સમય પેહલા દીપિકાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું કે પ્રેગ્નેન્સીની અફવાહ તેને પહેલાથી જ ખબર છે માટે આવા પ્રકારની અફવાહ પર તેને હેરાની લાગી ન હતી.
દીપિકાએ કહ્યું કે, હું અને રણવીર બાળકો ઈચ્છીએ છીએ પણ હમણાં નહિ. રણવીરને પણ મારી પ્રેગેનન્સની અફવાહની ખબર છે. પણ હાલ અમે બંન્ને અમારા કેરિયર પર ધ્યાન આપવા માંગીએ છીએ. આ ખુબ જ દુઃખદ છે કે સમાજના લોકોએ અમને આ સમસ્યામાં મૂકી દીધા છે કે તમે લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છો, તો લગ્ન ક્યારે કરશો અને લગ્ન થઇ ગયા તો હવે બાળકો ક્યારે? અમે આવી અફવાહોથી હેરાન નથી. અમને બાળકો સાથે ખુબ જ પ્રેમ છે અને અમે બાળકો ઇચ્છિએ પણ છીએ, પણ અત્યારે અમારે અમારા કેરિયર પર ખુબ ધ્યાન આપવાનું છે. આ સમયે બાળકોને જન્મ આવો ઉચિત નથી. અત્યારે અમે બાળકો વિશે વિચારી પણ ન શકીએ.”
View this post on Instagram
જો કે આ પહેલી વાર નથી કે દીપિકાને બાળકો વિશે સવાલ કરવામાં આવ્યો હોય. લગ્ન પછી તેને આ સવાલ ફેરવી ફેરવીને પૂછવામાં આવી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું કે તે એક સામાન્ય મહિલાની જેમ જલ્દી માં બનવાના દબાણનો સામનો કરી રહી છે.
જેના પર દીપિકાએ કહ્યું હતું કે,”હું એક દિવસ માં બનવાની જ છું, પણ તેના માટે કોઈ મહિલા કે કોઈ વિવાહિત જોડી પર દબાણ કરવું અયોગ્ય છે. જે દિવસે મહિલાને ગર્ભાવસ્થા અને માતૃત્વને લઈને સવાલ પૂછવાના બંધ થઇ જશે, તે દિવસે બધું જ બદલાઈ જશે”.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.