મનોરંજન

પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન બદલાઈ ગયો હતો આ 10 અભિનેત્રીઓનો દેખાવ, આ પહેલા તમે પણ ક્યારેય નહીં જોયો હોય

પ્રેગ્ન્સીમાં આવી લાગતી હતી બોલીવુડની આ 10 સ્વરૂપવાન હસીનાઓ

આપણે બધા જાણીએ કે માં બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે, અને પ્રેગ્નેન્સી દરમિયાન સ્ત્રીઓમાં માનસિક અને શારીરિક બદલાવ આવે છે, આપણા ઘરમાં અને આસપાસ પણ આપણે ઘણી પ્રેગ્નેટ મહિલાઓમાં આવેલા આ બદલાવને જોયો હશે, પરંતુ આજે અમે તમને બોલીવુડની એ ખ્યાતનામ અભિનેત્રીઓ વિશે જણાવીશું જે પડદા ઉપર અને અસલ જીવનમાં પણ ખુબ જ સુંદર દેખાય છે પરંતુ પ્રેગ્નેન્સી દરમિયાન તેમના દેખાવમાં પણ ઘણો જ બદલાવ આવ્યો હતો.

Image Source

1. ઐશ્વર્યા રાય:
ઐશ્વર્યા રાય બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે, આજે પણ ઐશ્વર્યાને જોઈએ તો તે ખુબ જ સુંદર દેખાય છે પરંતુ પ્રેગ્નેન્સી દરમિયાન ઐશ્વર્યાને ઓળખવી પણ મુશ્કેલ બની હતી, તેનું વજન પણ ખુબ વધી ગયું હતું અને તે ખુબ જ જાડી પણ થઇ ગઈ હતી.

Image Source

2. કરીના કપૂર:
કરીના કપૂરનો દેખાવ પણ તૈમૂરના જન્મ સમયે ખુબ જ બદલાઈ ગયો હતો, તૈમુર જયારે કરીનાના પેટમાં હતો ત્યારે તેનો પણ દેખાવ સાવ જુદો લાગી રહ્યો હતો, પરંતુ તૈમૂરના જન્મ બાદ તેને કસરત ધ્વરા પોતાને ફિટ અને પહેલા જેવી બનાવી લીધી.

Image Source

3. કાજોલ:
અભિનેત્રી કાજોલ પણ બોલીવુડનું ખુબ જ મોટું નામ છે. તેને અભિનેતા અજય દેવઘન સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ તે જયારે ગર્ભવતી બની ત્યારે તેના દેખાવમાં પણ ઘણો જ બદલાવ આવ્યો હતો.

Image Source

4. રાની મુખર્જી:
અભિનેત્રી રાણી મુખરજીએ 2014માં ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા, લગ્નના પહેલા જ વર્ષે તે ગર્ભવતી બની હતી અને આ દરમિયાન રાનીનુ વજન પણ ખુબ વધી ગયું હતું.

Image Source

5. શિલ્પા શેટ્ટી:
અભિનેત્રી શિલ્પા શેટ્ટી ખુબ જ ફિટ અને સ્ટ્રોંગ અભિનેત્રી છે. તે કસરત અને યોગા ધ્વરા પોતાના શરીરને ફિટ રાખે છે. પ્રેગ્નેસી દરમિયાન શિલ્પા પણ થોડી મોટી થઇ ગઈ હતી.

Image Source

6. મંદિરા બેદી:
મંદિરા બેદી એક સમયે ટીવીન ઘણી ધારાવાહિક અને ફિલ્મોમાં જોવા મળતી હતી, આજે તે સોપર્ટ્સમાં એન્કર તરીકે જોવા મળે છે. તેની પણ પ્રેગ્નેંસીના સમયની તસ્વીરો સામે આવી હતી.

Image Source

7. જેનેલિયા:
અભિનેતા રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા હવે ફિલ્મોમાં જોવા મળતી નથી, પરંતુ તે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન જેનિલિયા પણ ખુબ જાડી થઇ ગઈ હતી.

Image Source

8. સોહા અલી ખાન:
અભિનેતા સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન પણ પોતાની પ્રેગ્નેસી દરમિયાન ખુબ જ જાડી દેખાઈ રહી હતી અને ત્યારે તેનું પણ વજન વધ્યું હતું, પરંતુ પ્રેગ્નેસી બાદ તેને પહેલા જેઓ દેખાવ બનાવી લીધો.

Image Source

9. અમૃતા અરોરા:
અમૃતા અરોરા પણ તેની પ્રેગ્નેસી દરમિયાન ખુબ જ જાડી થઇ ગઈ હતી, તેને પણ જિમ અને યોગા ધ્વરા પોતાની ફિટનેસને પ્રેગ્નેસી બાદ પાછી લાવી દીધી.

Image Source

10. લારા દત્તા:
અભિનેત્રી લારા દત્તાએ ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા. તેને લગ્નના એક વર્ષ બાદ જ એક દીકરીને જન્મ આપ્યો હતો.