ખબર

ભારતીય મૂળની પ્રીતિ પટેલ બ્રિટનમાં બન્યા ગૃહ મંત્રી, ત્રણ ભારતીયોને બ્રિટન કેબિનેટમાં મળ્યું સ્થાન

બ્રિટનના નવા પ્રધાનમંત્રી બોરીસ જોન્સનની કેબિનેટમાં ત્રણ ભારતીય લોકોને જગ્યા મળી છે. જેમાં ભારતીય મૂળની પ્રીતિ પટેલને ગૃહમંત્રીનું પદ મળ્યું છે. ઇન્ફોસિસના સહસંસ્થાપક એનઆર નારાયણમૂર્તિના જમાઈ ઋષિ સુનાકને ટ્રેઝરી મિનિસ્ટર એન આલોક શર્માને આંતરરાષ્ટ્રીય વિકા મામલાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.


ભારતીય મૂળની  47 વર્ષીય પ્રીતિ પટેલ બ્રિટનમાં સમર્થકોનો પ્રમુખ ચહેરો છે. પ્રીતિ પટેલ કન્ઝરવેટિવ  પાર્ટીના સૌથી  ચર્ચિત નેતાઓમાં ગણતરી કરવામાં આવે છે.  પ્રીતિ આ પદ પર પહોંચનારી પહેલી ભારતીય મૂળની મહિલા છે. પ્રીતિ આમ તો ગુજરાતી છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની સમર્થક માનવામાં આવે છે.


પ્રીતિએ આ પદ સાંભળ્યા બાદ કહ્યું હતું કે, ‘ હું  મારા કાર્યકાળ દરમિયાન મારી પહેલી કોશિશ એ રહેશે કે અમારો દેશ અને અહીંના લોકો સુરક્ષિત રહે. છેલ્લા થોડા સમયથી રોડ પર હિંસાનું પ્રમાણ વધુ ગયું છે. અમે  તેમાં પર પ્રતિબંધ લગાવીશું. અમારી સામે ઘણી જવાબદારીઓ છે. પરંતુ અમે તેને નિભાવીશું.

કંઝરવેટિવ પાર્ટીમાં મેં મેંને હટાવીને બોરિસ જોનસનને પ્રધાનમંત્રી બનાવવા માટે ‘બૈક બોરીસ’ કૈમપેન ચલાવવામાં આવ્યું હતું. જેમાં પ્રીતિ તેનો હિસ્સો રહી હતી. જોન્સને પ્રધાનમંત્રી બન્યા બાદ તેને મહત્વની જવાબદારી આપવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું હતું.

પ્રીતિને નવેમ્બર 2017માં આંતરાષ્ટ્રીય વિકાસ મામલના પદ પરથી હટાવી દેવામાં આવી હતી.તેના પર આરોપ હતો કે બ્રિટનના વિદેશ વિભાગના સૂચના વગર ઇઝરાયલના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારે પ્રીતિએ ખુલાસો કર્યો હતો કે, તે જરૂરી  કામ માટી ઇઝરાયલ ગઈ હતી. ત્યારે વિદેશી મંત્રી રહેલા જોન્સને તેને કેબિનેટમાં પછી લાવવાની અપીલ કરી હતી.

પ્રીતિ 2010માં પહેલી વાર એસેક્સના વિથમથી કંઝરવેટિવ સાંસદ બની હતી.ડેવિડ કૈમરનની આગેવાની વળી સરકારમાં  તેને ભારતીય સમુદાય સાથે જોડાયેલી જવાબદારી મળી હતી.2014માં ટ્રેઝરી મિનિસ્ટર અને 2015માં એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર બની હતી. 2016માં થેરેસાને તેનું પ્રમોશન કરી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટમાં વિદેશી મંત્રી બનાવી દીધી હતી. 2017માં તેને રાજીનામું આપી દેવું પડ્યું હતું.


પ્રીતિએ બ્રેગઝીટના સમર્થનમાં ઘણી રેલીઓ કરી હતી. બ્રેગઝીટના સમર્થન કરતા તેને ‘ સેવ બ્રિટિશ કરી’ ના નારા લગાવ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks