મનોરંજન

‘મોહબ્બતે’ની આ અભિનેત્રીનો આ અવતાર મચાવી રહ્યો છે હલ્લો, જુઓ

મોહબ્બતે અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીએ કરાવ્યું સ્વિમિંગ કોસ્ટ્યૂમમાં ફોટોશૂટ, ચાહકો બોલ્યા-‘મેડમ આજે પણ તમારું ફિગર જોઈને…”

વર્ષ 2000 માં આવેલી ફિલ્મ મોહબ્બતેં દ્વારા ડેબ્યુ કરનારી અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. આ ફિલ્મમાં અન્ય પણ કલાકારો હતા અને શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન મુખ્ય કિરદારમાં હતા.

Image Source

18-ઓગસ્ટ, 1980 ના રોજ પ્રીતિનો જન્મ મુંબઈના એક સિંધી પરિવામાં થયો હતો. પ્રીતિએ રાજશ્રી પ્રોડક્શનના મ્યુઝિક આલ્બમ ‘યહ હૈ પ્રેમ’માં અભિનેતા અબ્બાસ સાથે કામ કર્યું હતું.

Image Source

આ આલ્બમના ‘છુઈ મૂઈ સી તું લગતી હો’ અને ‘કુડી જચ ગઈ’ વિડીયો ખુબ લોકપ્રિય બન્યા હતા.જેના પછી તે નિરમા સાબુ અને અમુક બીજી જાહેરાતોમા જોવા મળી હતી.પ્રીતિએ 2008 ના રોજ મૉડલ અને અભિનેતા પ્રવીણ ડબાસ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2015 માં દીકરાને જન્મ આપ્યો હતો.

Image Source

જો કે ફિલ્મોથી દૂર 40 વર્ષની પ્રીતિ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.હાલમાંજ પ્રીતિએ અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે એકદમ બોલ્ડ અને ગ્લેમર લાગી રહી છે.

Image Source

સ્વીમસૂટ પહેરીને સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવી રહેલી પ્રીતિની તસ્વીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તસ્વીર જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

Image Source

પ્રીતિનું આ અંડરવોટર ફોટોશૂટ જોઈને ચાહકો પણ દીવાના બની ગયા છે. એક તસ્વીરમાં પ્રીતિએ બ્લેક તો બીજી તસ્વીરમાં રેડ સ્વીમસુટ પહેરી રાખ્યું છે. તસ્વીર પર યુઝરોએ ‘મેડમ આજે પણ તમે ખુબ જ સુંદર લાગો છો, એવરગ્રીન બ્યુટી, પ્રીતિ યુ આર સો પ્રિટી’ જેવી કમેન્ટ્સ કરી છે.

Image Source

પ્રીતિએ પોતાની કારકિર્દીમાં મોહબ્બતે, આવારા પાગલ દીવાના, અનર્થ, એલઓસી કારગિલ, આન:મેન એટ વર્ક, ચેહરા, ચાહત એક નશા, વિક્ટોરિયા નંબર 203 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.હાલ તે પતિ અને દીકરા સાથે મુંબઈમાં રહે છે અને વિવાહિત જીવન વ્યતીત કરી રહી છે.