ધરતીકંપ, મંદી, કોરોના? શું શું થશે 2021 માં? આવી ગઈ સૌથી મોટી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી
આજે દુનિયા સદીની સૌથી ભયાનક મહામારીથી ગુજરી રહી છે. કોરોના જેવી મહામારી આ પહેલા ક્યારે પણ આવી ના હતી. આ વચ્ચે ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ધ નાસ્ત્રેદમસ ચર્ચામાં આવી ચુક્યા છે. ઘણા જાણકાર કોરોનાની મહામારીને ધ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાથે જોડીને જોઈ રહ્યા છે. થોડા જ દિવસમાં નવું વર્ષ પણ આવી રહ્યું છે.

બધા એવી આશા લગાવીને બેઠા છે કે 2021ના વર્ષમાં દુનિયાને કોરોનાથી છુટકારો મળશે. આજે અમે તમને જણાવીશું ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ધ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી નવા વર્ષેને લઈને શું કહે છે. નાસ્ત્રેદમસેની ભવિષ્યવાણી મુજબ, રશિયન વૈજ્ઞાનિક એવું જૈવિક હથિયાર અને વાયરસ વિકસાવશે જે માણસને જોમ્બી બનાવી શકે છે. આ માણસ માટે બેહદ ઘાતક સાબિત થશે. આ રીતે માનવ પ્રજાતિઓનો સર્વનાશ થશે.

નાસ્ત્રેદમસેની ભવિષ્યવાણી મુજબ દુષ્કાળ, ભૂકંપ, વિવિધ રોગો અને રોગચાળો વધશે. આ વિશ્વના અંતના પ્રારંભિક સંકેતો હશે. વિશ્વના ઘણા ભાગોમાં દુષ્કાળ આવી શકે છે જેનો સામનો પહેલાં ક્યારેય ન થયો હોય. એક ભવિષ્યવાણીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સૂર્યનો વિનાશથી પૃથ્વીના નુકસાનનું કારણ બનશે. દરિયાની સપાટી વધશે અને તેમાં પૃથ્વીનો સમાવેશની વાત પણ આગામી વર્ષોમાં કહેવામાં આવી રહી છે.
નાસ્ત્રેદમસેએ ભવિષ્યવાણીમાં પૃથ્વી સાથે ધૂમકેતુ ત્રાટકવાની પણ વાત કરી છે, જે ભૂકંપ અને ઘણી કુદરતી આફતોનું કારણ બનશે. આ ગ્રહ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યા પછી ઉકળવા માંડશે. આકાશમાં આ દૃશ્ય ‘ગ્રેટ ફાયર’ જેવું હશે. નાસાના વૈજ્ઞાનિકોએ આ પહેલા એક મોટો ધૂમેકતું પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના વ્યક્ત કરી છે.

નોંધપાત્ર વાત એ છે કે નાસા 2009 કેએફ 1 નામના એસ્ટરોઇડ પર પણ નજર રાખી રહ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મે 2022માં પૃથ્વી પર ત્રાટકવાનું જોખમ છે. વૈજ્ઞાનિકો માને છે કે આ એસ્ટરોઇડની તાકાત અમેરિકા દ્વારા 1945માં હિરોશિમ પર કરવામાં આવેલા પરમાણુ હુમલા કરતા લગભગ 15 ગણી વધારે હોઈ શકે છે.

નાસ્ત્રેદમસએ ‘લેસ પ્રોફેટીસ’ નામના પુસ્તકમાં સદીઓ પહેલાં વિશ્વ વિશે ઘણી આગાહીઓ કરી હતી. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1555માં આવી હતી. આ પુસ્તકમાં કુલ 6338 આગાહીઓ છે, જેમાંથી 70 ટકા સાચી સાબિત થઈ છે. તેમની આગાહીઓને છંદોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જેને ‘ક્વાટ્રેન’ કહેવામાં આવે છે. આ પુસ્તકમાં 6 હાજર કરતા વધુ આગાહી કરવામાં આવી છે. જેમાંથી ઘણી સાચી પણ પડી છે.