વર કન્યા પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યા હતા, કન્યાએ ફોટોગ્રાફરને કહ્યું, “ઓડ પોઝ ના લેતા” અને પછી કર્યું એવું કે ફોટોગ્રાફર પણ શરમાઈ ગયો, જુઓ વીડિયો

સુંદર કન્યાએ વરરાજાના હોઠ પર તસતસતું ચુંબન ચોઢી દીધું, ફોટોગ્રાફર બિચારો શરમાઈ ગયો, વીડિયો જોઈને મજા ન આવે તો કેજો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. ઘણા એવા વીડિયો પણ સામે આવે છે જે ખુબ જ વાયરલ પણ થઇ જાય છે. આ વીડિયોમાં લગ્નની અંદર મસ્તી મજાક ભરેલો અંદાજ જોવા મળતો હોય છે તો ક્યારેય ડાન્સ પણ જોવા મળતો હોય છે.

ત્યારે ઘણા લોકો પોતાના લગ્નને વધુ ખાસ બનાવવા માટે પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવે છે. જેના માટે કપલ અલગ અલગ સ્થળો પણ પસંદ કરતા હોય છે. આ દરમિયાન ઘણા લોકો ફોટોશૂટ માટે એવા એવા પોઝ આપતા હોય છે જેની પણ તસવીરો અને વીડિયો વાયરલ થઇ જતા હોય છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરે છે.

પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને લોકો પેટ પકડીને હસવા માટે મજબુર બની રહ્યા છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં પણ એક કપલ ફોટોશૂટ કરાવી રહ્યું છે. આ દરમિયાન કન્યાએ સાડી પહેરી છે અને વરરાજા શૂટ પહેરીને ઉભો રહ્યો છે. કન્યાએ વરરાજાને પકડ્યો છે અને ફોટોગ્રાફર તેમના ફોટો ક્લિક કરી રહ્યો છે.

કન્યા ફોટોગ્રાફરને આ દરમિયાન કહે છે કે “ભાઈ ઓડ પોઝ ના લેતા.” ફોટોગ્રાફર પણ હા કહીને તેમનો ફોટો ક્લિક કરવાની તૈયારી કરે છે. ત્યારે જ કન્યા વરરાજાના હોઠ પર તસતસતું ચુંબન ચોઢી દેતી જોવા મળે છે. આ જોઈને ફોટોગ્રાફર પણ શરમાઈ જાય છે અને પોતાનો કેમેરો તથા નજર નીચી કરી લે છે. આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sagar Uikey 🔵 (@ns_production93)

Niraj Patel