જાન આવવાની હતી અને તે પહેલા અપંગ થઇ ગઈ દુલ્હન, પછી સસરાએ વરરાજાને કહ્યું કે મારી નાની દીકરી સાથે લગ્ન કરી લો

લગ્નના થોડાક જ કલાક પહેલાં અપંગ થઈ ગઈ દુલ્હન…પછી સસરાએ વરરાજાને કહ્યું- પ્લીઝ મારી નાની દીકરી સાથે લગ્ન કરી લો, વરરાજાએ જે કર્યું એ તમે સપનામાં પણ નહિ વિચાર્યું હોય

કહેવાય છે ને કે જોડીઓ તો ઉપરથી બનીને આવે છે, આ વાત અહીં સાબિત થાય છે. તમને યાદ હશે કે વર્ષ 2006માં શાહિદ કપૂર અને અમૃતા રાવ સ્ટારર ફિલ્મ “વિવાહ” આવી હતી. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં વિવાહ ફિલ્મ જોવી ઘટના ઘટી છે. આ ઘટના યુપીના પ્રતાપગઢના કુંડામાં થઇ.

જયાં લગ્ન માટે તૈયાર દુલ્હન એક દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ. આ દરમિયાન દુલ્હનને ગંભીર ઇજા પહોંચી. 8 ડિસેમ્બરેે થયેલા લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. દુલ્હન આરતી તેના લગ્ન માટે તૈયાર થઇ હતી અને જાન આવવાનો સમય થઇ ચૂક્યો હતો. ઘરમાં લગ્નના માહોલ વચ્ચે એક બાળકને ધાબા પરથી પડતો બચાવવામાં આરતી પડી ગઇ અને તેના બંને પગ તૂટી ગયા.

આ વાત જ્યારે આરતીના થનારા પતિ અવધેશને ખબર પડી તો તે તાત્કાલિક હોસ્પિટલ ગયો હતો. તે આરતીનું ધ્યાન રાખવા લાગ્યો હતો. આરતીના પરિવારે અવધેશને આરતીની નાની બહેન સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. આરતી પણ એ જ કહી રહી હતી. જો કે, અવધેશ પોતાની વાત પર મક્કમ હતો.

તેણે કહ્યું હતું કે તે લગ્ન તો માત્રને માત્ર આરતી સાથે જ કરશે. જો આ બનાવ લગ્ન બાદ થયો હોત તો તે આરતીને છોડી દેત ? નહીં ને. આરતી તથા અવધેશના લગ્ન હોસ્પિટલમાં જ યોજાયા હતા. આરતી બેડ પર સૂતી જ હતી અને અવધેશે માગમાં સિંદૂર ભર્યું હતું. બંનેનો પરિવાર આ લગ્નથી ઘણો જ ખુશ છે.

Shah Jina