BREAKING NEWS: મશહૂર અભિનેતાની કારનું થયું મોટું ભયાનક એક્સીડંટ, ICU માં ભરતી છે હાલ, જુઓ તસવીરો

ખોસલા કા ઘોસલા ફિલ્મના જાણીતા અભિનેતા પ્રવીણ ડાબાસને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ આઈસીયુમાં છે.

પ્રવીણ ડાબાસનો અકસ્માત થયો છે. તેમની સારવાર મુંબઈના બાંદ્રા સ્થિત હોલી ફેમિલી હોસ્પિટલના આઈસીયુમાં ચાલી રહી છે. અકસ્માત શનિવારે સવારે થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉક્ટરો તેમની સારવારમાં વ્યસ્ત છે. આ મુશ્કેલ સમયમાં અભિનેતાની પત્ની અને અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની હોસ્પિટલમાં તેમની સાથે છે.

પ્રવીણ આર્મ રેસલિંગ પ્રો પંજા લીગના સહ-સંસ્થાપક છે. પ્રો પંજા લીગે પોતાના નિવેદનમાં જણાવ્યું કે અમને જણાવતા દુઃખ થાય છે કે પ્રો પંજા લીગના સહ-સંસ્થાપક પ્રવીણ ડાબાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે સવારે દુર્ભાગ્યપૂર્ણ કાર અકસ્માત બાદ તેમને હોલી ફેમિલી હોસ્પિટલ બાંદ્રાના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે પુષ્ટિ કરીએ છીએ કે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ કઠિન સમયમાં અમારી સંવેદનાઓ પ્રવીણ અને તેમના પરિવાર સાથે છે.

પ્રો પંજા લીગ આ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. સમયાંતરે તમને બધી અપડેટ મળતી રહેશે. અમે ચાહકોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં પ્રવીણ અને તેમના પરિવારની પ્રાઇવસીનું ધ્યાન રાખે. અમે પ્રવીણના જલદી સાજા થવાની કામના કરીએ છીએ. પ્રવીણ ડાબાસને રાગિની એમએમએસ 2, માય નેમ ઇઝ ખાન જેવી ફિલ્મો માટે જાણવામાં આવે છે.

તેમણે મેડ ઇન હેવન જેવી સિરીઝમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં તેમને અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી શર્મા જી કી બેટી ફિલ્મમાં જોવામાં આવ્યા હતા. પ્રવીણ પોતાના પાત્રોથી લોકોના દિલમાં ઉતરવાનું જાણે છે. પ્રવીણ 50 વર્ષના છે. 2008માં તેમણે અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને બે બાળકો પણ છે. અભિનેતા પોતાની પત્ની અને બાળકો સાથે સુખી વૈવાહિક જીવન જીવી રહ્યા છે.

પ્રવીણ અને પ્રીતિની મુલાકાત ‘વિથ લવ… તુમ્હારા’ ફિલ્મના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન તેમને પ્રેમ થયો અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ. ત્યારબાદ બંનેએ Swen Entertainment નામની કંપની પણ શરૂ કરી. પ્રીતિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સાથે વ્યવસાય કરતા ઘણી બાબતો પર અમારી વચ્ચે ચર્ચા પણ થાય છે, પરંતુ પછી બધું ઠીક થઈ જાય છે.

પ્રવીણ ડાબાસની પત્ની પ્રીતિ ઝંગિયાનીએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું, “હું અને મારો પરિવાર આ ઘટના પછી ખૂબ જ ડરી ગયા છીએ. મેડિકલ અપડેટ મુજબ, તેમને ગંભીર કન્કશન (માથા પર ઈજા) છે. તેમને વધુ નુકસાન તો નથી થયું એ જાણવા માટે, ડૉક્ટરો સીટી સ્કેન અને અન્ય ઘણી સારવાર કરી રહ્યા છે. હાલમાં તેમના વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. આ (અકસ્માત પહેલાની) રાત્રે લીગના કામના ભારણને કારણે તેઓ ખૂબ વ્યસ્ત હતા. સવારે કાર ચલાવતી વખતે આ અકસ્માત થયો છે.”

kalpesh