મનોરંજન

મહાભારતના ભીમે માત્ર 100 રૂપિયા લઈને શરૂ કર્યું હતું પોતાનું કેરિયર, પછી મળી તેને આવી રીતે ઓળખ

લોકડાઉનન કારણે લોકો ઘરમાં જ રહે અને ઘરમાં જ રહેવાની સાથે મનોરંજન પણ માણે એ હેતુથી રામાયણ અને મહાભારતનું પુનઃ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું, અને દર્શકોએ આ ધારાવાહિકને ખુબ વખાણી તેમજ નિહાળી પણ. આ સાથે જ આ ધારાવાહિકમાં કામ કરનાર અભિનેતાઓ વિશે પણ અવનવી માહિતીઓ જાણવા મળી રહી છે, આવા જ એક અભિનેતા જેને મહાભારતમાં ભીમનો અભિનય કર્યો હતો, તેમના જીવન વિશે પણ કેટલીક બાબતો જાણવા મળી.

Image Source

મહાભારતમાં ભીમનો અભિનય અભિનેતા પ્રવીણ કુમારે કર્યો હતો, અને આ અભિનય બાદ જ તેમને નામના મળવાની શરૂઆત થઇ હતી. અભિનયની દુનિયામાં આવતા પહેલા પ્રવીણ કુમાર એક સ્પોર્ટના વ્યક્તિ હતા. તે હેમર અને ડિસ્ક થ્રોમાં એશિયાના પહેલા નંબરના ખેલાડી હતા.

પરંતુ અચાનક તેમને અભિનયની દુનિયામાં ઝંપલાવ્યું, પ્રવીણે માત્ર 100 રૂપિયાનું શુકન લઈને પોતાના અભિનયની શરૂઆત કરી હતી. પ્રવીણ ત્યારે ગવળીયાર બીએસએફમાં હતા, પોતાના કેરિયરને બદલવાનો વિચાર તેમને ત્યાં જ આવ્યો અને ચર્ચામાં આવવા માટે તે કંઈક જુદું કરવા માંગતા હતા અને ભગવાને તેમની વાત સાંભળી લીધી, અને તેમને એક ફિલ્મમાં કામ મળી ગયું.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં આ વાત પ્રવીણે જણાવી હતી, તેમને કહ્યું હતું કે: “એ  દિવસોમાં તે શ્રીનગરમાં હતા, ત્યાં તેમની એક શિબિર લાગી હતી, જ્યાં કેટલાક લોકો ફિલ્મનું શૂટિંગ કરવા માટે આવ્યા હતા. જેતેન્દ્રની ફિલ્મ “લોક-પરલોક”નું શૂટિંગ ચાલી રહ્યું હતું,  મને જોઈને ફિલ્મના નિર્દેશકે મારા વિષે પૂછપરછ કરાવી, ત્યારબાદ તેમની ટીમની એક છોકરી મારી પાસે આવી અને મને એક્ટિંગ લાઈનમાં જોડાવવા વિષે કહ્યું, પછી તે શુકનના રૂપમાં 1100 રૂપિયા આપવા લાગી.”

Image Source

પ્રવીણે આગળ જણાવતા કહ્યું હતું કે: “એ સમયે હું એક સરકારી કર્મચારી હતો, એટલા માટે મેં પૈસા લેવાની ના પાડી, પરંતુ તેના બહુ આગ્રહ કર્યા 100  રૂપિયા  અભિનય કેરિયરની શરૂઆત કરી, 10-15 દિવસમાં મુંબઈ ચાલ્યો ગયો.”

પ્રવીણાનાં એક મિત્રના કહેવા ઉપર તે મહાભારતના નિર્દેશક બીઆર ચોપડાને મળવા ગયો અને બીઆર ચોપડાએ પહેલી મુલાકાતમાં જ તેને ભીમના કિરદાર માટે પસંદ કરી લીધો, આ પહેલા પણ પ્રવીણ કુમારે ફિલ્મ “રક્ષા” બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી દીધી હતી.

Image Source

વર્ષ 2013માં પ્રવીણ કુમાર આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા અને તેમને વજીરપુરથી આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ઈલેક્શન પણ લડ્યા પરંતુ તે હારી ગયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.