જાણીતી 35 વર્ષની સેલિબ્રિટી ફેશન ડિઝાઇનરનું નિધન, બાથરૂમમાં લાશ મળી એવી હાલતમાં મળી કે જોતા જ ધ્રુજી ઉઠશો

FAMOUS સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલા શનિવારે હૈદરાબાદના બંજારા હિલ્સમાં એમએલએ કોલોની પાસેના તેના બુટિક સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 36 વર્ષીય ફેશન ડિઝાઇનરે ચારકોલ પર અજ્ઞાત રસાયણ નાખીને તેના ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસને શ્વાસમાં લીધા બાદ આત્મહત્યા કરી હોય તેવું જણાય છે.

પોલીસને પ્રત્યુષાના વોશરૂમમાંથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડનો સિલિન્ડર મળી આવ્યો છે. બંજારા હિલ્સ પોલીસ શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધીને તપાસ કરી રહી છે અને પ્રત્યુષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે કાર્બન મોનોક્સાઇડ ગેસ સૂંઘવાથી ૩૫ વર્ષની ફેશન ડિઝાઈનર પ્રત્યૂષાનું મૃત્યુ થયું છે.

આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે. લાશને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલ મોકલવામાં આવી છે. પ્રત્યૂષા ડિપ્રેશનથી પીડાતી હતી. હૈદરાબાદના બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નાગેશ્વર રાવે જણાવ્યું છે કે તે રૂમમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં કોઈ પર આરોપ લગાવવામાં આવ્યો નથી. ગેટના ચોકીદારે બૂટિકના ડોર ખટખટાવ્યા પછી પણ અંદરથી કોઈ જવાબ ન મળતા તેણે બુટિક પરના પ્રત્યુષાના પડોશીઓને જણાવ્યું, જે બાદ આ પાડોશીઓ દ્વારા બંજારા હિલ્સ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને શરૂઆતમાં પ્રત્યુષાના મૃત્યુ પાછળ કોઈ શંકાસ્પદ કારણ જણાતું હતું, પરંતુ બાદમાં ડિઝાઇનરના હાથમાં પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી.

તેમાં લખ્યું છે, “ઘણી એકલતા અનુભવુ છુ, ડિપ્રેશનમાં છુ.” એવું માનવામાં આવે છે કે ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલા ડિપ્રેશનથી પીડિત હતી, જો કે હજુ સુધી કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યુષાની ઉંમર 35 વર્ષની હતી અને તે બંજારા હિલ્સના ફિલ્મ નગરમાં એક ઘરમાં રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે આ ફેશન ડિઝાઇનરે USA માંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. તે પછી તે હૈદરાબાદ આવી અને તેણે કરિયરની શરૂઆત કરી. તેણીએ વર્ષ 2013માં પોતાના નામથી એક લેબલ શરૂ કર્યું અને ત્યાર બાદ તેણે પાછળ વળીને જોયું નથી. તેણે ટોલીવુડ અને કેટલીક બોલીવુડમાં ઘણી લોકપ્રિય ફિલ્મી હસ્તીઓ માટે કામ કર્યું.

YC