અજબગજબ

જાણો કેમ મિકેનિકલ ઇજનેરનું ભણીને આ 24 વર્ષની છોકરી બસ ચલાવી રહી છે

ટ્રક અને બસ જેવા ભારે વાહનો ફક્ત પુરુષો જ ચલાવી શકે છે એવી આપણા સમાજમાં માન્યતા છે. પરંતુ આજના જમાનામાં દીકરો-દીકરી એક સમાનનું સૂત્ર ખરા અર્થમાં સાચું સાબિત થયું છે. એવી જ એક યુવતી છે પ્રતીક્ષા દાસ.

મુંબઈમાં રહેતી પ્રતીક્ષા દાસની ઉંમર ફક્ત 24 વર્ષ જ છે. પ્રતીક્ષા દાસ એક એવી યુવતી છે. જે મુંબઈના ગીચ વિસ્તારમાં BESTની બસ ચલાવે છે. પ્રતીક્ષા પાસે બસ ચલાવવાનું લાયસન્સ પણ છે. પ્રતીક્ષાએ હાલમાં જ મિકેનિકલ એન્જીનીયરીંગ પૂરું કર્યું છે. પ્રતીક્ષા કહે છે કે, ભારે વાહન ચલાવવાનો એનો પ્રેમ નવો નથી. તેણીએ પ્રથમ બાઈક, પછી મોટી ગાડી ચલાવવાનું શરૂ કર્યું હતું. હવે પ્રતીક્ષા બસ અને ટ્રક પણ ચલાવી શકે છે.

પ્રતીક્ષા હાલમાં બસ ડેપોના અભ્યાસ માર્ગ પર બસ ચલાવે છે. પ્રતીક્ષાએ કહ્યું હતું કે કોણ કહે છે કે ડ્રાઇવર સીટ પર મહીલા ના હોઈ શકે ? મેં ડ્રાઇવરનું સપનું જોયું હતું અને આજે હું અહીં છું. આ મૌકો મારી માટે ખાસ છે. જેની હું ગયા વર્ષથી રાહ જોઈ રહી હતી.

Image Source

પ્રતીક્ષાની ઉંમરની છોકરીઓ શોપિંગ મોલ જવાનું પસંદ કરે છે. જયારે પ્રતીક્ષા બસ ચલાવવાનું પસંદ કરે છે. તે બેધડક થઈને બસ ચલાવે છે.અને કહે છે કે તેને બસ ચલાવવાથી આનંદ મળે છે.

પ્રતીક્ષાએ જણવ્યું હતું કે, જયારે તે બસમાં ચડી ત્યારે બેસ્ટના ટ્રેનર પણ અચંબામાં પડી ગયા હતા. તેને મને કહ્યું હતું કે,’મને યાદ છે કે BESTના બસ ટ્રેનરો કોઈ યુવતીને પહેલી વાર ટ્રેનિંગ આપી રહ્યા છે.અને તે લોકો કહેતા હતા કે આ યુવતી બસ ચલાવી શકશે કે નહીં ?

Image Source

પ્રતીક્ષાએ જણાવ્યું હતું કે, તેને ગયા મહિને જ મિકેનિકલ એન્જીનીયરીંગની ડિગ્રી મેળવી હતી. હવે તે આરટીઓ ઓફિસર બનવા માંગે છે.તેના આ લક્ષ્ય માટે તેની પાસે ભારે વાહનનું લાયસન્સ પણ હોવું જરૂરી છે. કારણકે તે અનિવાર્ય છે. હું બસ  ચલાવવા માંગતી હતી. વાસ્તવમાં હું રોડ પર અલગ-અલગ ગાડીઓ ચલાવવા માંગુ છું. પ્રતીક્ષા જયારે આઠમા ધોરણમાં હતી ત્યારથી જ તેની મામાની બાઈક ચલાવવાનું શરૂ કરી દીધું હતું.

Image Source

પ્રતીક્ષાને કહ્યું હતું કે,તમારે બસ ચલાવવા માટે ખુબજ વધારે તાકતની જરૂર છે. કારણકે તેના સ્ટેયરીંગને ઘુમાવવા માટે બહુજ તાકાત લગાવી પડે છે. લોકોએ ત્યારે પ્રતીક્ષાને કહ્યું કે ,આ તો બહુજ નાની છે શું બસ ચલાવી શકશે ? ત્યારે પ્રતીક્ષાએ કહ્યું હતું કે,લોક મારી 5.4 ઇંચની ઊંચાઈનું જીક્ર કરતા હતા અને મેં તે કરી બતાવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.