ટીવીના ચર્ચિત રિયાલિટી શો “બિગબોસ”ની 15મી સિઝન ચાલી થઇ ગઇ છે. બિગબોસ ઓટીટીમાં પોતાના આક્રમક વર્તાવને કારણે ચર્ચામાં આવેલ પ્રતીક સહજપાલ કલર્સ ટીવીના બિગબોસ 15માં પોતાનો જલવો બતાવી રહ્યા છે. ત્યારે બિગબોસ હાઉસમાં આ સપ્તાહે તેની અજીબોગરીબ હરકત જોવા મળી હતી. પ્રતીક સહજપાલે ટાસ્ક જીતવાના ચક્કરમાં બધી હદો પાર કરી દીધી છે. અથવા તો એવું પણ કહી શકીએ કે તેમણે પોતાના માટે એક નવી મુશ્કેલી ઊભી કરી દીધી છે.
પ્રતીક સહજપાલે એવી હરકત કરી દીધી છે કે શોના કંટેસ્ટેંટ કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે તેના પર ઘણો ગુસ્સો નીકાળ્યો છે. થયુ એવું કે, જયારે વિધિ પંડ્યા બાથરૂમમાં ન્હાવા ગઇ હતી ત્યારે પ્રતીકે બાથરૂમનું લોક તોડી દીધુ. વિધિ જયારે નાહીને બહાર નીકળી ત્યારે તાળુ તૂટેલુ જોઇ તો તેના હોંશ જ ઉડી ગયા. આ વાત વિધિએ જયારે બીજા ઘરવાળાને જણાવી તો તેમણે પ્રતીક પર ઘણો ગુસ્સો નીકાળ્યો.
કરન કુંદ્રાએ તો પ્રતીકને ધમકી આપી કે જો ફરી કયારેક પણ તેને કોઇ છોકરી સાથે આવી હરકત કરી તો સારુ નહિ હોય. આનો પ્રોમો પણ રીલિઝ કરવામાં આવ્યો હતો. જેમાં જોઇ શકાય છે કે, વિધિ ન્હાયા બાદ પ્રતીક પાસે આવે છે અને તેને પૂછે છે કે કોઇના ન્હાતા સમયે તેણે આવું કેમ કર્યુ ?
તેજસ્વી પ્રકાશ પણ તેના પર ગુસ્સો નીકાળે છે અને કહે છે કે તેણે જે કર્યુ એ ડરાવનુ હતુ. પરંતુ પ્રતીક કહે છે કે તેણે ગેમ વિશે વિચારી આવું કર્યુ. તેને એ વાતથી કોઇ ફરક પડતો નથી કે બાથરૂમમાં કોઇ છે કે નહિ. તેણે જે કર્યુ તેના માટે તે બિલકુલ માફી નહિ માંગે.
View this post on Instagram