મનોરંજન

હર્ષદ મહેતાના કિરદાર માટે આ ‘પ્રતીક ગાંધી’એ વધાર્યું હતું પોતાનું વજન, 58 દિવસમાં 10 કિલો વજન ઘટાડ્યું

કઈ રીતે ફક્ત 58 જ દિવસમાં ઘટાડ્યું 10 KG વજન? જુઓ વિડીયો

ઓટીટી પ્લેટફોર્મ ઉપર “સ્કેમ 1992” વેબ સિરીઝે ધમાલ મચાવી દીધી. આ વેબ સિરીઝ અને તેમાં હર્ષદ મહેતાનું પાત્ર નિભાવનાર અભિનેતા પ્રતીક ગાંધી ખુબ જ લોકપ્રિય પણ બની ગયો. પરંતુ એક ગુજરાતી કલાકાર માટે બોલીવુડની આટલી મોટી વેબ સિરીઝની અંદર મુખ્ય પાત્રમાં કામ કરવું અને તે પાત્રના અનુરૂપ પોતાને ઢાળવો કઈ એટલું સહેલું નહોતું.

 

View this post on Instagram

 

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial)

સ્કેમ 1992 બાદ પ્રતીક ગાંધીને પણ પોતાનું વજન ઘટાડવું પડ્યું હતું. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ તેને માત્ર 58 દિવસની અંદર જ પોતાનું 10 કિલો વજન ઘટાડ્યું હતું. જેનો વીડિયો પ્રતીક ગાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રતીક ગાંધી વર્કઆઉટ કરતા પોતાનો પરસેવો પણ વહાવી રહ્યા છે. તો હર્ષદ મહેતાનું પાત્ર ભજવવા માટે પણ તેને પોતાનું વજન 18 કિલો જેટલું વધાર્યું હતું. જેના વિશે પ્રતીક ગાંધીએ પણ જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial)

પ્રતીકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, “જીવનમાં પહેલીવાર મેં મારુ વજન વધાર્યું હતું, આ મેં મારા જીવનના સૌથી મોટા પ્રોજેક્ટ માટે કર્યું હતું. વજન વધ્યા બાદ હું એકદમ અલગ માણસ બની ગયો હતો. પહેલાની જેમ પાછા શેપમાં આવવા માટે પણ મારે ઘણી મહેનત કરવી પડી.”

 

View this post on Instagram

 

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial)

પ્રતીક આગળ જણાવે છે કે, “86થી 76 કિલોગ્રામ અને 38થી 33 વર્ષની ઉંમરમાં આવવા માટે મારે 58 દિવસ સુધી ખુબ જ પરસેવો વહાવવો પડ્યો છે.”

 

View this post on Instagram

 

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial)

પ્રતીક ગાંધી મૂળ ગુજરાતી અભિનેતા છે. તેને ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, તો કેટલીક બૉલીવુડ ફિલ્મોમાં પણ તે નાના પાત્રમાં નજર આવ્યો છે. સ્કેમ 1992 તેના જીવનની સૌથી મોટી વેબ સિરીઝ હતી અને આ વેબ સિરીઝમાં તેને જે રીતે હર્ષદ મહેતાનું પાત્ર નિભાવ્યું છે તેને જોઈને પ્રતીકના અભિનયના લાખો લોકો દીવાના બની ગયા છે.