દિગ્ગજ અભિનેતાનું થયું હતું અચાનક મૃત્યુ, સોનુ સુદ પણ……ફેન્સ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

પોતાના ટેલેન્ટ અને હિટ ફિલ્મો અને ટીવીની દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર દિગ્ગજ એક્ટર અનુપમ શ્યામ ઓઝાનું રવિવારે મધ્યરાત્રિએ નિધન થયું.

તેમને એક સપ્તાહ પહેલા ગંભીર હાલતમાં મુંબઈ શહેરના ગોરગાંવ વિસ્તારની લાઈફલાઈન અસ્પતાલમાં એડમિટ કર્યા હતા પછી મોડી રાત્રે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે 63 વર્ષના અનુપમ શ્યામ લાંબા સમયથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા.

હોસ્પિટલમાં સાથે જ રહેલા ફેમસ એક્ટર અને અનુપમ શ્યામ ઓઝાના મિત્ર યશપાલ શર્માએ મીડિયાને અનુપમ શ્યામના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું, “થોડા સમય પહેલા જ અનુપમજીનું મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે મૃત્યુ થયું હતું. તેઓ કિડનીની સમસ્યા સામે લાંબા સમયથી પીડાઈ રહ્યા હતા.”

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પણ આ એક્ટરે પોતાની ખરાબ હાલતના કારણે ચર્ચામાં હતા. અભિનેતાને કિડનીમાં સમસ્યાથી ઝૂઝી રહ્યા હતા અને એના જ કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તે સમયે તેમના ભાઈએ હોસ્પિટલમાં બિલ ભરવા માટે લોકો પાસે મદદ માંગી હતી.

પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોએ તેમની મદદ કરી હતી. પરંતુ સ્વાસ્થ્ય સારું થઈ શક્યું નહીં. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તેમણે ડાયાલિસિસ માટે જવું પડતું હતું. પરંતુ આ વખતે અભિનેતા જિંદગીનો જંગ હારી ગયા.

હવે પ્રતિજ્ઞા સીઝન 2 પછી આવતી વખતે અનુપમએ કહ્યું હતું કે, ‘એવું લાગે છે કે, તે ટીવી શો સાથે બંધ થઈ નથી. તે આટલા વર્ષોથી ચાલી જ હોય તેવું લાગી રહ્યું છે.

હમણાં જ કેટલીક નવી વાર્તા ઉમેરવામાં આવી છે અને હું મારા ફેન્સનો આભાર માનું છું કે, તેઓ અમને ખૂબ પ્રેમ આપે છે અને તેમના પ્રેમના કારણે જ આ સિરિયલ ફરી પાછી આવી છે.

YC