ઋતુરાજ ગાયકવાડ બાદ આ ભારતીય ક્રિકેટર બંધાયો ભવ ભવન બંધનમાં, રૂપ રૂપનો અંબાર એવી આ યુવતી સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

ભલભલા બેટ્સમેનને ક્લીન બોલ્ડ કરનારા ટીમ ઇન્ડિયાના આ બોલરને આ સુંદર યુવતી કરી ગઈ ક્લીન બોલ્ડ, સામે આવી લગ્નની શાનદાર તસવીરો

Prasidh Krishna Gets Married : હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ હવે લગ્નના બંધનમાં બંધાતા જોવા મળી રહ્યા છે અને તેમના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ ચેન્નાઇના ધુંઆધાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે પણ લગ્ન કર્યા.

ત્યારે હવે વધુ એક ક્રિકેટર પણ લગ્નના બંધનમાં બંધાયો છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર પ્રસિદ્ધ કૃષ્ણાએ ગુરુવારે પોતાની મંગેતર રચના સાથે પરંપરાગત દક્ષિણ ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કર્યા. રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલરે પહેલા મંગળવારે 6 જૂનના રોજ સગાઈ કરી અને પછી ગુરુવારે 8 જૂનના રોજ તેની મંગેતર રચના સાથે લગ્ન કર્યા.

આ લગ્ન સમારોહમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર, જસપ્રિત બુમરાહ અને કૃષ્ણપ્પા ગૌતમ જેવા ખેલાડીઓ હાજર રહ્યા હતા. ક્રિકેટર પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાને કારણે તાજેતરમાં સમાપ્ત થયેલી IPL 2023ની 16મી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. કૃષ્ણા અને તેની મંગેતર રચનાના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લગ્નમાં હાજર રહેલા ગૌતમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં બુમરાહ, શ્રેયસ અને કર્ણાટકના ઘણા ખેલાડીઓ સાથે જોવા મળી રહ્યા છે. અય્યરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગૌતમની પોસ્ટ ફરીથી શેર કરી અને લખ્યું, “અભિનંદન સ્કીડી,” તેણે દંપતીને પણ અભિનંદન આપ્યા.

પ્રખ્યાત કૃષ્ણની પત્ની વિશે બહુ જાણીતું નથી. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે ડેલમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરે છે, હાલમાં તે અમેરિકાના ટેક્સાસમાં કામ કરી રહી છે. સ્ટાર ફાસ્ટ બોલર કૃષ્ણા સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે IPL 2023માંથી બહાર થઈ ગયો હતો. ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે તેને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 17 મેચમાં 19 વિકેટ લીધી હતી.

Niraj Patel