મનોરંજન

લગ્નના ઘણા વર્ષો પછી પતિ રાજ કુંદ્રાથી છૂટાછેડા લેવા માંગતી હતી શિલ્પા શેટ્ટી, બોલી ‘આ બધું તો મે. . . .’

અભિનેત્રી શિલ્પા શેટ્ટી રિયાલિટી શો ‘સુપર ડાન્સર’ની ત્રણે સિઝનને હોસ્ટ કરતી આવી છે. આ રિયાલિટી શો માં શિલ્પાની સાથે ગીતા કપૂર અને અનુરાગ બાસુ પણ જજ સ્વરૂપે જોવા મળેલા છે. બાળકોના ટેલેન્ટને એક નવી ઉડાણ સુધી લઇ જતા આ શો માં ખુબ ધમાલ મસ્તી પણ થાય છે. એવામાં હવે લોકો આતુરતાથી સુપર ડાન્સરના આગળના ભાગની રાહ જોઈ રહ્યા છે.

આગળનો ભાગ સુપર ડાન્સર ચેપ્ટર-3 ના દરેક એપિસોડ ચર્ચાનો વિષય રહ્યા હતા. એવામાં એક એપિસોડમાં ફરાહ ખાન પણ ગેસ્ટના સ્વરૂપે આવી પહોંચી હતી. આ સમયે શિલ્પા શેટ્ટી સાથે કંઈક એવું બન્યું હતું કે તેના પતિ રાજ કુંદ્રા સાથે છૂટાછેડા થતા થતા રહી ગયા હતા.

Image Source

આ શો દરમિયાન ગીતા કપૂર અને અનુરાગ બાસુએ કંઈક એવું કહી દીધું કે સેટ પર જ તેના છૂટાછેડા થઇ જાય તેમ હતા. બન્યું કંઈક એવું હતું કે ગીતા કપૂર અને અનુરાગ બાસુએ એક મજાક ભર્યો પ્રેન્ક શિલ્પા સાથે કર્યો હતો. જેને લીધે સેટ પર જ લાઈવ શો માં શિલ્પાની માં નો ફોન પણ આવી ગયો હતો.

Image Source

જ્યારે શિલ્પા શો માં વ્યસ્ત હતી ત્યારે અનુરાગ બાસુએ શિલ્પાની માં ને તેના જ ફોનમાંથી મેસેજ કરી દીધો કે તે રાજ કુંદ્રાથી અલગ થવા માંગે છે. એવામાં લાઈવ શો માં સેટ પર જ શિલ્પાએ ની માં નો ફોન આવી ગયો અને શિલ્પા આ બધું જાણીને હેરાન જ રહી ગઈ.

Image Source

પણ વાત ખુબ આગળ વધે તેના પહેલા જ ગીતા કપૂરે આ પ્રેન્ક વિશેનો ખુલાસો કરી દીધો, જેના પછી શિલ્પા શેટ્ટી અને ત્યાં હાજર દર્શકો પણ હસવા લાગ્યા હતા. જો કે આ પ્રેન્ક દરમિયાન શિલ્પા પહેલા તો ખુબ જ હેરાન રહી ગઈ હતી.

Image Source

શિલ્પાની માં ન ફોન આવતા જ શિલ્પઆએ કહ્યું કે,”જો તમને કોઈ મેસેજ કરે કે હું ગર્ભવતી છું કે હું રાજ સાથે છૂટાછેડા લેવા માંગુ છું તો સમજી જજો કે આ એક પ્રેન્ક છે. જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કોઈની વાત માનશો નહિ. આ એક મજાક ભર્યો પ્રેન્ક હતો કેમ કે અનુરાગ બાસુ સેટ પર છે.”

જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ બિઝનેસમૈન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા. હાલ બંન્નેનો એક દીકરો વિવાન પણ છે. શિલ્પા મોટાભાગે પતિ અને દીકરા સાથેની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતરી રહે છે. આ સિવાય આટલી ઉંમરે પણ ફિટ દેખાતી શિલ્પા પોતાના યોગા દ્વારા પણ લોકોને પ્રોત્સાહિત કરતી રહે છે.

Image Source

શિલ્પા શેટ્ટી જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ ‘હંગામા-2’ માં જબરદસ્ત હંગામા કરતી જોવા મળશે. ફિલ્મમાં શિલ્પાના સિવાય પરેશ રાવલ અને પ્રનિથા સુભાષ પણ ખાસ કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું પ્રમોશન અત્યારથી જ શરૂ થઇ ચૂક્યું છે. ફિલ્મની માત્ર ઘોષણાના સમયે જ ફિલ્મની દરેક સ્ટાર કાસ્ટ ફિલ્મ પ્રમોશન માટે કપિલ શર્મા શો માં પણ આવી પહોંચી હતી. ફિલ્મ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઇ શકે તેમ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.