મનોરંજન

અજય દેવગણ સાથે ફિલ્મ ‘ભુજ’થી આ અભિનેત્રી કરશે એન્ટ્રી, જુઓ બોલ્ડ તસવીરો

અજય દેવગણ જોડે આ હસીના ‘ભુજ’માં કરશે ધમાકેદાર એન્ટ્રી, કાતિલ તસવીરો જોઈ હક્કા બક્કા રહી જશો

દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી પ્રણિતા સુભાષ બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે. પ્રણિતા સુભાષ અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’થી બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે.

અજય દેવગણ સ્ટારર ‘ભુજ: પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ 1971 ના ભારત-પાક યુદ્ધની પૃષ્ઠભૂમિ પર બની છે. અભિષેક દુધૈયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ રહેલા સ્ક્વોડ્રોન લીડર વિજય કાર્ણિકની કહાની પર આધારિત છે.

હાલમાં આ કન્નડ અભિનેત્રી પ્રણિતાની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

પ્રણિતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તસવીરો અને વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. પ્રણિતાએ તેની ખૂબ જ સુંદર અને બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તમને જણાવી દઇએ કે, પ્રણિતાએ સાઉથ ફિલ્મોમાં ઘણું કામ કર્યુ છે. તેણે સાઉથ અભિનેતા જુનિયર એનટીઆર, મહેશ બાબુ, પવન કલ્યાણ અને સૂર્યા સહિત અનેક સ્ટાર્સ સાથે કામ કર્યુ છે.

પ્રણિતા સુભાષે કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને હવે તે હિન્દી ફિલ્મમાં જોવા મળશે.

તમને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં અજય દેવગણ અને પ્રણિતા ઉપરાંત સંજય દત્ત, રાણા દગ્ગુબાતી, સોનાક્ષી સિન્હા, પરિણિતી ચોપડા અને એમ્મી વિર્ક લીડ રોલમાં છે. આ સ્ટાર્સનો ખુલાસો પહેલાથી જ ફિલ્મમેકર્સે કરી દીધો છે.