“હંગામા-2″ની અભિનેત્રીએ બાથટબમાંથી બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર, તસવીરો જોઈને તમારું દિલ પણ પીગળી જશે

ખુબ જ બોલ્ડ અંદાજમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી “હંગામા-2″ની અભિનેત્રી, જલ્દી આપી શકે છે માતા બનાવની ખુશ ખબરી

માતા બનવું દરેક સ્ત્રી માટે ખુબ જ ખુશીની ક્ષણો હોય છે, કોઈપણ સ્ત્રી જયારે ગર્ભવતી બને ત્યારે તેના ચહેરા ઉપરની ચમક જ કંઈક જુદી હોય છે, બોલીવુડની ઘણી અભિનેત્રીઓ પણ માતૃત્વનો આનંદ માણતી તસવીરો શેર કરે છે, ઘણી અભિનેત્રીઓ પ્રેગ્નેન્સીમાં પણ પોતાનું ખાસ ફોટોશૂટ કરાવે છે અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે અને તે વાયરલ પણ થઇ જાય છે, ત્યારે હાલ એવી જ એક અભિનેત્રીનું ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે.

સાઉથ સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી પ્રણિતા સુભાષને આજે કોઈ ઓળખાણની જરૂર નથી, તેને પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલ જીત્યા છે. હાલમાં જ પ્રણિતા સુભાષે તેના અધિકારીક ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરતા પ્રણિતા સુભાષે બે તસવીરો શેર કરી છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રણિતા પોતાના આવનાર બાળકની ખુશીમાં બેબી બમ્પ બતાવી રહી છે. આ પહેલીવાર નથી, જ્યારે પ્રણિતા સુભાષે આ રીતે બધાની સામે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હોય. આ પહેલા પણ ઘણી વખત પ્રણિતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર આવા જ ફોટો શેર કરી ચુકી છે.

કોવિડને કારણે પ્રણિતાએ વર્ષ 2020માં પોતાના લગ્નનો કાર્યક્રમ ખાનગી રાખ્યો હતો. એક બિઝનેસ મેન સાથે લગ્નના બંધનમાં બંધાયેલી પ્રણિતા સુભાષ બહુ જલ્દી માતા બનવા જઈ રહી છે. પ્રણીતા સુભાષના આ ફોટા પરથી એક વાતનો આસાનીથી અંદાજ લગાવી શકાય છે. તે પ્રણિતા તેના લગ્ન જીવનથી ખૂબ જ ખુશ છે.અને તે નાના મહેમાનના આગમનની ખૂબ રાહ જોઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Amrita Samant (@mommyshotsbyamrita)

તમને જણાવી દઈએ કે પ્રણિતા સુભાષે વર્ષ 2010માં ફિલ્મ પોકિરીથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ સાથે તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ સ્કીલ ફેલાવી છે. એટલું જ નહીં, વર્ષ 2021માં પ્રણિતાએ ફિલ્મ “હંગામા 2″થી હિન્દી સિનેમામાં પણ ડેબ્યુ કર્યું હતું.

Niraj Patel