અભિનેત્રીએ વીડિયો દ્વારા શેર કરી મમ્મી બનવાની જર્ની, જો તમે ના જોયો હોય તો અત્યારે જ જોઇ લો વીડિયો !

દીકરીના જન્મ બાદ અભિનેત્રીએ શેર કર્યો ડિલીવરી વીડિયો, થઇ ગઇ હતી આવી હાલત

સાઉથ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી પ્રણિતા સુભાષ આ દિવસોમાં પોતાની લાઇફનો સૌથી શાનદાર ફેઝ એન્જોય કરી રહી છે. હાલમાં જ અભિનેત્રી માતા બની છે અને તેણે એક સુંદર અને ક્યુટ દીકરીને જન્મ આપ્યો છે. મમ્મી બન્યા બાદ પ્રણિતા પોતાનો સમય દીકરીની પરવરિશને આપી રહી છે અને બધી યાદોને પોતાનામાં સમાવી રહી છે. ત્યારે પ્રણિતાએ હાલમાં એક વીડિયો શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો પ્રણિતાની લાઇફનો સૌથી ખાસ વીડિયો માનવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં પ્રણિતાએ તેની લાઇફના ખાસ પળોની તસવીરો અને વીડિયો મર્જ કરી ચાહકો સાથે શેર કરી છે. આ વીડિયો છે પ્રણિતાના ડિલીવરી રૂમનો. જ્યારે તેણે તેની દીકરીને જન્મ આપ્યો અને તેની પહેલી ઝલક પણ બતાવી. જએપ્રિલ 2022માં અભિનેત્રીએ તેની પ્રેગ્નેંસીની ખુશખબર ચાહકો સાથે શેર કરી હતી. ત્યાં 12 જૂનના રોજ અભિનેત્રીએ આ ડિલીવરી રૂમનો વીડિયો શેર કરી ચાહકોને હેરાન કરી દીધા. પ્રણિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે અને નેટિજન્સ પણ આ વીડિયોના કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી રહ્યા છે.

વીડિયોની શરૂઆત પ્રણિતાની સોનોગ્રાફી અપોઇન્ટમેન્ટથી થાય છે. તે બાદ તે બાળકની ઝલક બતાવે છે. જો કે, સૌથી પ્રેમાળ પળ એ હતો જ્યારે પ્રણિતા તેના બાળકને પહેલીવાર જન્મ બાદ ડિલીવરી રૂમમાં જુએ છે. જણાવી દઇએ કે, પ્રણિતાએ 10 જૂનના રોજ દીકરીના જન્મની ખુશી ચાહકો સાથે શેર કરી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર બાળકી સાથેની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે હોસ્પિટલના બેડ પર સૂઈ રહી છે. પહેલા ફોટામાં તે પોતાની બાળકીને પકડીને તેની તરફ જોઈ રહી છે.

જ્યારે બીજા અને ત્રીજા ફોટામાં તે હોસ્પિટલના ડોક્ટરો સાથે પોઝ આપી રહી છે. ફોટો શેર કરતા પ્રણિતાએ કેપ્શનમાં લખ્યું, ‘જ્યારથી અમારી બાળકીનો જન્મ થયો છે, છેલ્લા કેટલાક દિવસો અનોખા રહ્યા છે. હું મારી જન્મકથા તમારા બધા સાથે શેર કરવાની આતુરતાથી રાહ જોઈ રહી છું.” પ્રણિતાએ હજુ સુધી તેની બાળકીનો ચહેરો જાહેર કર્યો નથી.

જણાવી દઇએ કે, પ્રણિતાએ બિઝનેસમેન નિતિન રાજૂ સાથે લગ્ન કર્યા હતા. જેમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રણિતા દાસ સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં, તે શિલ્પા શેટ્ટી સ્ટારર ફિલ્મ હંગામા 2 માં પણ જોવા મળી છે.

Shah Jina