ખબર

બ્રેકીંગ ન્યુઝ: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન, જાણો શું બીમારી હતી

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થોડા સમયથી બીમાર હતા. પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થયું છે. તેમના પુત્ર અભિજિત મુખર્જીએ આ માહિતી આપી. તેમની સારવાર દિલ્હી કેન્ટની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

આજે સવારે હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવી હતી કે તેમના ફેફસાના ચેપને કારણે સેપ્ટિક શોકમાં હતા.

જણાવી દઇએ કે બ્રેન સર્જરી બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર હતી. સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં સવારથી કોઇ ફેરફાર જોવા મળ્યો ના હતો. બ્રેન સર્જરી પહેલાં તેમને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિપણ થઇ હતી.

જણાવી દઈએ કે, પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર 1935માં પશ્ચિમ બંગાળમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 25 જુલાઈ 2012ના રોજ ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 26 જાન્યુઆરી 2019ના રોજ કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રણવ મુખરજીએ 1984માં તેમણે IMF અને વિશ્વ બેન્ક સાથે સંકળાયેલા ગ્રુપ-24ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રણવ મુખરજીએ રાજકીય ક્ષેત્ર તથા સામાજીક નીતિના ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યુ હતું. મનમોહન સિંહ સરકારના બીજા કાર્યકાળમાં મુખરજી ભારતના નાણાં પ્રધાન બન્યા હતા.