ધાર્મિક-દુનિયા

કોઈ પણ ધર્મમાં માનતા હોય, બધાએ વાંચવા જેવા છે પ્રમુખસ્વામી મહારાજ ના આ 10 સૂત્રો, જિંદગીમા જરૂર અપનાવો

આજે આપણાં સૌની વચ્ચે આજે પ્રમુખ સ્વામી મહારાજ નથી. પણ એવું નથી થતું કે એ માણસના સ્વરૂપમાં આપણાં સૌના વિચાગરને ઉજાગર કરનાર એ દેવ પુરુષ સાચે જ આપણી વચ્ચે નથી. 2 વર્ષ થઈ ગયા એમના દેહ ત્યાગને છ્તા પ્રમુખ સ્વામી મહારાજ એમના વિચારોથી સદાય આપણી સૌની સાથે છે.

સ્વામિનારાયણ સંસ્થા બી.એ પી.એસ ના વડા એવા પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે બન્યા પ્રમુખ સ્વામી…ચાલો આજે જાણીએ આ સંત પુરુષનું આખું જીવન ચરિત્ર. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ બરોડા પાસે ચાણસદ ગામે થયો હતો. તે બાળપણમાં એકદમ શાંત હતા.

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે એક ખેડૂત પરિવારમાં થયો હતો.તેમના પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ દિવાળીબેન હતું. તેમનું બાળપણનું નામ શાંતિલાલ હતું. તે બાળપણમાં એકદમ શાંત હતા. અને તેમના નામની અનુસાર શાંતિ જ તેમના વ્યક્તિત્વની ઓળખ હતું. તેમના બાળપણમાં તેમને એક જ વિચાર આવતો કે હિમાલયમાં જઈને બસ તપસ્યા કરવી. જો કે તે તેમની યુવા વસ્થામાં સ્વામીનારાયણ ભગવાનના ત્રીજા વંશજ બ્રમહાસ્વરૂપ શાસ્ત્રી મહારાજ થી ખૂબ જ આકર્ષિત થયા હતા.

જેવો અભ્યાસ પૂર્ણ કર્યો કે તરત જ તેમણે માત્ર 18 વર્ષની ઉંમરમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી. તેમનું નામ નારાયણસ્વરૂપાદાસ સ્વામી રાખવામા આવ્યું હતું. તેમનામા રહેલ બધા પ્રત્યે પ્રેમ અને આદરનો ભાવ અને સ્વાર્થતાએ બધાનું દિલ જીતી લીધું. 1950 માં તેઓ માત્ર 28 વર્ષની ઉંમરમાં જ બી.એ.પી.એસના અધ્યક્ષ બની ચૂક્યા હતા. બસ ત્યારથી તેમનું નામ પડી ગયું પ્રમુખ સ્વામી.

એટલું જ નહી પણ યુનોમાં આવેલી ધર્મસંસદ સભામાં તેમણે ગુજરાતી ભાષા માં જ પોતાનું પ્રવચન આપ્યું ને તેમણે ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું. બી.એ.પી.એસ સંસ્થાના આદ્ય સંસ્થાપક શ્રી સાધુયજ્ઞ પુરુષ દાસજી મહારાજ એટલે કે શાસ્ત્રી મહારાજ પોતે હતા તેમણે 1946માં પ્રમુખ સ્વામીને સારંગપુર મંદિરના કોઠારી બનાવ્યા.

પ્રમુખ સ્વામીના જીવનમાં નવી જ રાહ આપી. અને તેમના ગુરુના આશીર્વાદ ખરેખર પ્રમુખ સ્વામી મહારાજાને ફળી ગયા. તેમના ગુરુની અંતરની આંખો માં પ્રમુખ સ્વામી મહારાજને એમના વ્યક્તિત્વને અને એમની અંદર રહેલા પુણ્ય આત્માને ઓળખી ગઈ અને ગુરુની આજ્ઞા માનીને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજે ધર્મ પ્રચાર કરવાનું બીડું ઝડપ્યું ને પોતાના પ્રવચનોથી ઘણા લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કરતાં ને ધર્મમાં એ લોકો જોડાતા ગયા.

એક વખત ગુરુપૂર્ણિમાના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનના ડબ્બામાં બેસીને તેમના ગુરુ શ્રી શાસ્ત્રી મહારાજાને મળવા માટે સારંગપુર પહોંચી જાય છે. આવી હતી પ્રમુખઅવામી મહારાજની ગુરુ ભક્તિ. અને ભક્તિચિંતામની તેમના મુખેથી સંભળાવી હતી.

જ્યારે શાસ્ત્રી મહારાજે એક ભવ્ય કાર્યક્રમમાં નારાયણ સ્વરૂપને પહેલી વાર પ્રમુખ સ્વામી નામ આપ્યું ત્યારે તેઓ એવું બોલ્યા હતા કે હું આ નામ સાથે બી.એ પી એસ સસ્થાને પણ પાતાળની ઊંડાઈએ પાયો નાખીને રોપી રહ્યો છુ. પણ એ વાક્ય આજે સમજાય છે કે કેમ પ્રમુખ સ્વામીને જ બે.એ.પી.એસના વડા બનાવ્યા હતા.

પ્રમુખ સ્વામી મહારાજ એક અસાધારણ ગુરુ હતા. જે ખૂબ જ ઓછું બોલતા હતા. પરંતુ તેઓ જ્યારે બોલતા હતા ત્યારે તેમના મુખેથી માત્ર સત્ય અનેજ્ઞાન જ નીકળતું હતું. એ પોતે શાંત, સરળ, આધ્યાત્મિક,નમ્ર અને વિવેકી જેવા ભિન્ન ગુનો ધરાવનાર પુણ્ય આત્મા હતા. તે પોતે વિશ્વશાંતિના સમર્થક હતા.

એ ઉપરાંત તે આખી દુનિયાના સૌથી પ્રભાવશાળી મહંતોમાના એક હતા. તેમનું સન્માન પણ આ બાબતે કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજે તેમનું જીવન આધ્યાત્મિક અને સામાજીક ઉન્નતિ માટે જ સમર્પીત કરી દીધું. છેલ્લા 70 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પ્રવચનોથી ધર્મ બાબતે ઘણા યુવાનોને જાગૃત કર્યા

અને માનવજાતીની ભલાઈ માટે તેમણે 17000 ગામોનો પ્રવાસ કર્યો હતો. પ્રસિદ્ધ સ્વામીમરાયણનું અક્ષરધામ મંદિર ઉપરાંત પૂરા 1100 મંદિરો આ દુનિયાને ભેટમાં આપ્યા. આ મંદિરો સાંસ્ક્રુતિક વારસો અને સંસ્કૃતિનું હોલમાર્ક બની ગયા છે.
પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌણિતિક ગુરુઓના પાંચમા ઉતરાધિકારી છે. તેમણે ઘણા લોકોના જીવનમાં આધ્યાત્મિકતાથી પરીવર્તન લાવી દીધું છે. તો કેટલાય લોકોએ તેમની હાજરીમાં ભગવાનના દર્શન કર્યા છે. તો કેટલાય ઉમેદવારો આધ્યાત્મિક લેવલે રાજકીય સુધી પણ પહોંચી ગયા છે. અને આજે કેટલાય લોકો ઈમના બતાવેલ માર્ગ પર જ ચાલી રહ્યા છે.