આ ખેડૂત દીકરીએ બસ એક આ કામ માટે 9-9 સરકારી નોકરી છોડી, જાણો

26 વર્ષિય પ્રમિલાએ માત્ર 5 વર્ષમાં કેમ છોડી 7 સરકારી નોકરી, જાણો હવે શુ ઇચ્છે છે ?

સરકારી નોકરીઓ માટે પ્રતિસ્પર્ધા દોરમાં એકવાર પણ સરકારી નોકરી લાગવી એ સરળ નથી, પરંતુ આ મામલે રાજસ્થાનની પ્રમિલા નેહરાનુ જીવન મિસાલ છે.

26 વર્ષની આ છોકરીને 9 વાર અલગ અલગ નોકરી લાગી ચૂકી છે. તેમાંથી તે વર્ષ 2013થી 2018 વચ્ચે પાંચ વર્ષમાં લગભગ 7 સરકારી નોકરી છોડી ચૂકી છે અને તે વર્ષ 2021માં 8મી વાર પણ નોકરી છોડવા તૈયાર છે.

આજે બધા યુવાઓની એ ખ્વાહિશ હોય છે કે તેમને સરકારી નોકરી મળે, પરંતુ ભારતમાં ગવર્મેન્ટ નોકરી મળવી ઘણી મુશ્કેલ છે. જો તમારા અંદર નોકરી મેળવવાની યોગ્યતા છે અને તમે મહેનત કરો તો પરિક્ષામાં પાસ થઇ શકો છો.

કંઇક આવુ જ રાજસ્થાનની એક ખેડૂતની દીકરીએ કરી બતાવ્યુ છે. જેને લગભગ 26 વર્ષની ઉંમરમાં જ એક નહિ પરંતુ 9 સરકારી નોકરી લાગી ચૂકી છે. પ્રમિલાના માતા-પિતા રામકુમાર નેહરા અને મનકોરી દેવી છે.

પ્રમિલા મૂળરૂપથી સીકર જિલ્લાના એક નાના ગામ સિહોટની રહેવાસી છે. પિતા ખેડૂત અને માતા હાઉસવાઇફ છે. ભાઇ મહેશ નેહરા પોલિસમાં સિપાહી છે અને તે ચૂરુમાં સેવા આપી રહ્યો છે.

પ્રમિલા અત્યાર સુધી 9 વખત સરકારી પરિક્ષા આપી ચૂકી છે. વ્યાખ્યાતા ભરતી પરિક્ષાથી લઇને પટવારી, ગ્રામસેવક, મહિલા પર્યવેક્ષક, પોલિસ કોન્સ્ટેબલ, એલડીસીની પરિક્ષા પાસ કરી ચૂકી છે. પરંતુ તે બધાને તેને છોડી દીધી. હાલ તો નાગોર જિલ્લાના એક સરકારી સ્કૂલમાં એક સીનિયર શિક્ષક તરીકે બાળકોને ભણાવે છે.

પ્રમિલાના લગ્ન સીકર જિલ્લાના ગામ બોદલાસીના રાજેન્દ્ર પ્રસાદ રણવાના સાથે થયા છે. રાજેન્દ્ર પ્રસાદ દિલ્લી પોલિસ કોન્સ્ટેબલ છે. પ્રમિલાએ જણાવ્યુ કે, તેની પહેલી સરકારી નોકરી વર્ષ 2013માં એસએસસી જીડી અને રાજસ્થાન પોલિસમાં એક પોલિસ કોન્સ્ટેબલના રૂપમાં થઇ હતી.

પરંતુ આ બંને પરિક્ષા આપવાનો હેતુ સરકારી નોકરી લાગવી એ હતો નહિ પરંતુ પ્રતિયોગી પરિક્ષાઓની તૈયારીનો હતો. સંયોગથી આ બંને પરિક્ષામાં હું પાસ થઇ ગઇ, પરંતુ મેં નોકરી જોઇન કરી નહિ.

તે કહે છે કે, મારુ લક્ષ્ય આરએએસ અને યુપીએસસી પરીક્ષા ક્રેક કરવાનુ હતુ. એ કારણે હું મોટી પરિક્ષાઓની તૈયારી કરવા અન્ય પ્રતિયોગી પરિક્ષાઓ આપતી રહેતી. વર્ષ 2016-17માં તો એવો મોકો આવ્યો કે, પટવારી, ગ્રામસેવક, એલડીસી, મહિલા સુપરવાઇઝરમાં એક સાથે નંબર આવી ગયો, પરંતુ મે કયાંય પણ જોઇન ના કર્યુ.

પ્રમિલાએ જણાવ્યુ કે, મારી પહેલી સરકારી નોકરી વર્ષ 2015માં થર્ડ ગ્રેડ ટીચરના રૂપમાં થઇ હતી. જેમાં કેટલાક સમય માટે જોઇન કર્યુ હતુ. તે બાદ પટવારી, ગ્રામસેવક, એલડીસી, મહિલા સુપરવાઇઝરની પરિક્ષા પાસ કરી લીધી. પછી વર્ષ 2020માં રાજય લોક સેવા આયોગ તરફથી વ્યાખ્યાતા ભરતીમાં પ્રથમ શ્રેણી શિક્ષક પરીક્ષા પાસ કરી.

પ્રમિલાને એસએસડી જીડી, રાજસ્થાન પોલિસ, મહિલા સુપરવાઇઝર, અલડીસી, ગ્રામ સેવક, પટવારી, થર્ડ ગ્રેડ ટીચર, વરિષ્ઠ શિક્ષિકા, ફર્સ્ટ ગ્રેડ ટીચર આટલી સરકારી નોકરી મળેલી છે. આ ઉપરાંત તેણે રાજયની સીટેટ અને બે વાર આરએએસ પ્રી પણ પાસ કરી છે.

Shah Jina