કો-એક્ટ્રેસ સાથે એક્ટર પતિ મનાવી રહ્યો હતો રંગરેલિયા, પત્નીએ રસ્તા વચ્ચે દોડાવી દોડાવીને માર્યા, મદદ માટે બૂમો પાડતી રહી અભિનેત્રી- જુઓ વીડિયો

હિરોઈન સાથે પતિ કારમાં મજા માણી રહ્યો હતો ત્યાં જ પત્ની રણચંડી બનીને આવી અને ધોળે દિવસે દેખાડી દીધા તારા- પત્ની ગુંડાઓને લઈને પહોંચી અને…વીડિયો જોઈને ચોંકી ઉઠશો

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં રોડ પર જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો હતો. ઓડિયા ફિલ્મોના અભિનેતા બાબુશાન મોહંતીની પત્ની તૃપ્તિ સત્પતિએ તેના પતિની સહ-અભિનેત્રી અને કથિત ગર્લફ્રેન્ડ પ્રકૃતિ મિશ્રા સાથે ઝઘડો કર્યો હતો. તેણે રસ્તા પર કાર રોકીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કેપ્તિ તેના પતિ મોહંતીને તેની કાર SUVમાંથી ખેંચી જતી જોવા મળી રહી છે. પ્રકૃતિ મિશ્રા પણ મોહંતી સાથે આગળની સીટ પર બેઠેલી જોવા મળી રહી છે.

વીડિયોમાં મોહંતીનું ટી-શર્ટ પણ ફાટી ગયેલુ જોવા મળી રહ્યુ છે. આ લડાઈના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. આ દરમિયાન પ્રકૃતિ મિશ્રા વીડિયો બનાવી રહેલા લોકો પાસે મદદ માટે વિનંતી કરતી જોવા મળે છે, જ્યારે તૃપ્તિ તે ભાગી ન જાય તે માટે તેને પકડી રાખેલી જોવા મળે છે. મોહંતિની પત્ની તૃપ્તિએ પ્રકૃતિને ઓટો-રિક્ષા પકડવાથી રોકી અને તેના પર તેના પરિવારને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ પ્રકૃતિ સંકેત આપી રહી છે કે તૃપ્તિ તેનું સંયમ ગુમાવી ચૂકી છે.

ઘટનાના કલાકો બાદ પ્રકૃતિની માતા કૃષ્ણપ્રિયા મિશ્રાએ ખારાવેલા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ભુવનેશ્વરના ડીએસપી પ્રતીક સિંહે એક વાતચીતમાં જણાવ્યું કે ફરિયાદ મુજબ કેટલાક લોકોએ પ્રકૃતિ મિશ્રાનું વાહન કામ પર જતી વખતે રોક્યું અને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો. તેમણે કહ્યું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પ્રકૃતિએ તેના નિવેદનમાં કહ્યું છે, “દરેક વાર્તાની બે બાજુ હોય છે. કમનસીબે આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં લોકો પહેલેથી જ સ્ત્રીને દોષી ઠેરવે છે.

મારો કો-સ્ટાર બાબુશાન ઉત્કલ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા ચેન્નાઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની પત્ની તેના ગુંડાઓ સાથે આવી અને અભિનેતાને માર મારવા લાગી અને મને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો. બાબુશાનની પત્ની દ્વારા આ વર્તન તે મને સ્વીકાર્ય નથી.” આ માટે તેણે યોગ્ય કાર્યવાહીની વાત કરી હતી.

પ્રકૃતિએ મહિલા સશક્તિકરણ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, “મહિલા સશક્તિકરણ માટે કામ કરવાથી સમાજમાં ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે.મને લાગે છે કે મારું કામ અત્યારે પૂરું થયું નથી. મારે મહિલાઓના સશક્તિકરણ માટે વધુ કામ કરવાની જરૂર છે.”

 

View this post on Instagram

 

A post shared by prakrutimishra (@prakrutimishra)

બીજી તરફ, બાબુશને પણ એક વીડિયો શેર કરીને આ બાબતની સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે જો તેના પરિવારને લાગે છે કે તેની અને પ્રકૃતિ વચ્ચે કંઈપણ હોય તો, તેઓ તેમની સાથે ફરી ક્યારેય કામ કરશે નહીં.નેશનલ એવોર્ડ વિનિંગ ઓડિયા એક્ટ્રેસ પ્રકૃતિ મિશ્રા સાથે મોહંતીએ ઓડિયા ફિલ્મ ‘પ્રેમમ’માં કામ કર્યું હતું. રિપોર્ટ્સનું માનીએ તો તૃપ્તિને શંકા છે કે તેના પતિનું તેની સહ-અભિનેત્રી સાથે અફેર છે.

Shah Jina