ખબર

આ બૉલીવુડ વિલનએ સમુદ્ર તટે સફાઇ કરવા ગયેલા PM મોદીની ઉડાવી મજાક, કહ્યું કે ‘સુરક્ષા વગર કેમેરામેન સાથે એકલા….’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતામાં ખુબ જ મને છે અને આખા ભારત અભિયાનની શરૂઆત કરી હતી. જે બાદ તેઓ પોતે પણ ઘણીવાર સફાઈ કરતાં જોવા મળ્યા છે. શનિવારે સવારે મહાબલીપુરમ સાઉથના મમલ્લાપુરમ બીચ પર જ્યારે વડાપ્રધાન મોદી ફરવા માટે પહોંચ્યા ત્યાં તેમણે કચરો જોયો અને તે પછી પીએમ મોદીએ પોતે સફાઇ કરી, એ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પીએમ મોદીની આ કામના જ્યાં ચારે બાજુ વખાણ થઇ રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો કટાક્ષ પણ થઇ રહ્યા છે. હવે આ લિસ્ટમાં ફિલ્મના એક્ટર વિલન પ્રકાશ રાજનું નામ જોડાઇ ગયું છે જેમણે પોતાના Official ટ્વીટર પર સવાલ કરતા કટાક્ષ કર્યો.

અજય દેવગન સ્ટાટર ‘સિંઘમ’ જયકાંત સિકરેથી વિલન તરીકે પોતાની જાણીતા પ્રકાશે રાજે વીડિયો ટ્વીટ કરતા કહ્યુ કે,, ‘નેતાઓની સિક્યોરિટી ક્યાં ગાયબ થઈ ગઈ. તેમને એક કેમેરામેન સાથે સાફ-સફાઈ કરવા માટે કેમ છોડી દીધા’. આગળ લખ્યું કે, ‘જ્યારે વિદેશી મહેમાન અહીંયા આવ્યા છે, તો જે-તે વિભાગે સફાઈ ન કરવાની હિંમત કેવી રીતે કરી. હું તો બસ એમ જ પૂછી રહ્યો છું’. વડાપ્રધાન મોદીએ પોતે જ આ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘આજે સવારે મેં મમલ્લાપુરમના બીચ પર સાફ-સફાઈ કરી. આ કામ 30 મિનિટ સુધી કર્યું. આ કચરો મેં હોટેલના એક સ્ટાફ મેમ્બરને આપ્યો. આપણે તે વાત નક્કી કરીએ કે જાહેર રસ્તા પર સ્વસ્છતા જાળવીશું. આપણ તે પણ નક્કી કરીએ કે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહીશું’.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. શનિવારે સવારે મહાબલીપુરમ બીચના કિનારે તેમણે 30 મિનિટનું જોગિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરિયા કિનારાની સફાઈ માટે કચરો પણ ઉઠાવ્યો હતો. વડાપ્રધાને લોકોને જાહેર જગ્યાઓને સાફ રાખવાની અપીલ કરી હતી. જોગિંગ કરતાં કરતાં કચરો ઉપાડવાને પ્લોગિંગ કહેવામાં આવે છે.

મિત્રો તમારું શું માનવું છે? કમેન્ટમાં જણાવો

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App