અભિનેતા પ્રકાશ રાજે “ચંદ્રયાન 3″નું મજાક ઉડાવતું પોસ્ટર શેર કર્યું, પછી યુઝર્સે લીધા એવા આડે હાથ કે… જુઓ શું શું કહ્યું ?
Prakash Raj Over Chandrayaan-3 Post : ભારતનું ચંદ્રયાન 3 હવે થોડા જ સમયમાં ચંદ્રની ધરતી પર લેન્ડ થવાનું છે, ત્યારે આ ક્ષણ આખા દેશ માટે એક ગૌરવ ભરેલી ક્ષણ હશે. ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ચંદ્રયાન અને ઈસરોના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ દરમિયાન જ અભિનેતા પ્રકાશ રાજની એક ટ્વિટ ચર્ચાનો માહોલ ગરમ કર્યો હતો. પ્રકાશ રાજે એવી ટ્વિટ કરી કે લોકો હવે તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
હિન્દૂ સંગઠને નોંધાવી ફરિયાદ :
હિંદુ સંગઠનોના નેતાઓએ પ્રકાશ રાજ સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી છે. ચંદ્રયાન-3 મિશન પર ખોટી પોસ્ટ મૂકતા અભિનેતા પ્રકાશ રાજ હવે મુશ્કેલીમાં છે. અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હિંદુ સંગઠનોના નેતાઓએ બાગલકોટ જિલ્લાના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહીની માંગ કરી. અભિનેતા પ્રકાશ રાજે ગઈકાલે X (ટ્વિટર) પર એક વિવાદાસ્પદ પોસ્ટમાં ઈસરોના ચંદ્ર મિશન ચંદ્રયાન 3ની મજાક ઉડાવી હતી.
Karnataka | A Police complaint has been filed against actor Prakash Raj for his tweet on Chandrayaan-3 mission. Hindu organisations’ leaders filed a complaint against him at Banahatti police station of Bagalkote district and demanded action.
(File photo) pic.twitter.com/Fvyl2FJqFU
— ANI (@ANI) August 22, 2023
મજાક ઉડાવતું પોસ્ટર શેર કર્યું :
અભિનેતાએ ચંદ્રયાન-3ની મજાક ઉડાવતું કાર્ટૂન પોસ્ટ કર્યું હતું. પોસ્ટમાં લુંગી પહેરેલ એક વ્યક્તિ એક કપમાંથી બીજા કપમાં ચા નાખતો જોવા મળે છે. આ કાર્ટૂન સાથે તેણે કેપ્શન લખ્યું છે – ‘ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાંથી ચંદ્રની પ્રથમ તસવીર’. જો કે પ્રકાશ રાજે કાર્ટૂનમાં દેખાતી વ્યક્તિ વિશે કંઈ કહ્યું ન હતું, પરંતુ લોકોએ તેમની પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. અભિનેતાની વિવાદાસ્પદ પોસ્ટ બાદ ઈન્ટરનેટ મીડિયા યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો હતો.
Hate sees only Hate.. i was referring to a joke of #Armstrong times .. celebrating our kerala Chaiwala .. which Chaiwala did the TROLLS see ?? .. if you dont get a joke then the joke is on you .. GROW UP #justasking https://t.co/NFHkqJy532
— Prakash Raj (@prakashraaj) August 21, 2023
યુઝર્સે લીધા આડે હાથ :
એક યુઝર્સે લખ્યું- પ્રકાશજી, ઈસરોની સિદ્ધિઓથી રાજકીય નફરતને દૂર રાખો. ચંદ્રયાન મિશન ISROનું છે, ભાજપનું નહીં. જો તે સફળ થાય છે, તો તે ભારત માટે સફળતા હશે, કોઈ પક્ષ માટે નહીં. અન્ય એક યુઝરે લખ્યું, પ્રકાશ રાજ એ ઉપલબ્ધિની મજાક ઉડાવી રહ્યા છે, જેને દુનિયા માઈલસ્ટોન માની રહી છે. તમે બહુ નીચા પડી ગયા છો. અન્ય એક યુઝરે લખ્યું, ‘શું તમે મોદીજીનો વિરોધ કરવામાં એટલા આંધળા થઈ ગયા છો કે તમે ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતની મજાક ઉડાવી રહ્યા છો. તમે વિક્રમ લેન્ડરની પણ નિંદા કરી રહ્યા છો, જેનું નામ અમારા સ્પેસ પ્રોગ્રામના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે.