“ધ કાશ્મીર ફાઇલ્સ” પર ફૂટ્યો સિંઘમના જયકાંત શિકરેનો ગુસ્સો, કહ્યુૃ- આ નફરતના બીજ વાવી રહી છે…

વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલી ક્રૂરતા દર્શાવી છે, જેને જોઈને દર્શકો પોતાના આંસુ રોકી શકતા નથી. એક તરફ જ્યાં લોકોની લાગણી તેની સાથે જોડાયેલી છે તો બીજી તરફ બોક્સઓફિસ પર આ ફિલ્મ ધમાકેદાર કલેક્શન પણ કરી રહી છે. નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર બેવડી સદી તરફ આગળ વધી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ તોડીને ટ્રેડ પંડિતોને ચોંકાવી દીધા છે. કમાણીના મામલામાં આ ફિલ્મે પીકે, બજરંગી ભાઈજાન અને સંજુને પાછળ છોડી દીધી છે.

આ ફિલ્મ પહેલા દિવસે માત્ર 630 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી, જ્યારે બીજા વીકએન્ડ પછી લગભગ ચાર હજાર સ્ક્રીન્સમાં ફિલ્મ રિલીઝ થઈ છે. કાશ્મીર ફાઇલોને તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ ડબ કરવામાં આવી રહી છે. એક તરફ દેશભરમાં આ ફિલ્મના વખાણ થઈ રહ્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા છે. ઘણા રાજ્યોએ તેને ટેક્સ ફ્રી કરી દીધી છે, તેમ છતાં એક વર્ગ એવો છે જે આ ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. હવે આ યાદીમાં અભિનેતા પ્રકાશ રાજનું નામ પણ સામેલ થઈ ગયું છે.

પ્રકાશ રાજે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં થિયેટરની અંદર ફિલ્મના અંત પછી લોકો ઉત્સાહિત થઈ રહ્યા છે અને મુસ્લિમો વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે અને અંતે ‘જય શ્રી રામ’ના નારા લગાવી રહ્યા છે. આ સાથે પ્રકાશ રાજે લખ્યું, ‘કાશ્મીર ફાઇલ્સ… શું તે ઘા રૂઝાઈ રહી છે કે પછી નફરતના બીજ વાવી રહી છે ? માત્ર પૂછુ છુ.

ત્યાં અન્ય એક ટ્વિટમાં, પ્રકાશ રાજે વિવેક અગ્નિહોત્રીને પૂછ્યું છે કે શું તેઓ દિલ્હી રમખાણો, ગોધરા કેસ અને નોટબંધી જેવી ફાઈલ્સ પર પણ ફિલ્મ બનાવશે? વિવેકે પ્રકાશ રાજના ટ્વીટનો જવાબ આપ્યો નથી પરંતુ યુઝર્સે પ્રકાશ રાજને આ બાબતે ટ્રોલ કર્યા છે. લોકો તેમના વિશે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ કલેક્શને સોમવારે 9.60 કરોડથી 10.60 કરોડની કમાણી કરી છે.

આવી સ્થિતિમાં ફિલ્મનું કુલ કલેક્શન 189 કરોડને વટાવી ગયું છે. ફિલ્મે બીજા સોમવારે 12.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા રવિવારે ફિલ્મે 26.20 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે બીજા વિકેન્ડમાં 70 કરોડનો બિઝનેસ કર્યો છે. પ્રકાશ રાજે કહ્યું કે દેશને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વહેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અભિનેતાએ ફિલ્મનું પૂરું નામ લખ્યા વિના ટ્વીટ કર્યું હતુ, તેમણે લખ્યુ જો આ કટ્ટરપંથીઓ આપણા દેશના હિંદુઓ અને મુસલમાનોને વિભાજિત કરવાનું ચાલુ રાખશે તો આપણે ભારતીયો ટૂંક સમયમાં લઘુમતી બની જઈશું.

જોકે આ ટ્વીટ્સને કારણે પ્રકાશ રાજને પણ ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેમના વિશે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બતાવે છે કે 90ના દાયકામાં ઘાટીમાં કાશ્મીરી પંડિતો પર અત્યાચાર થયો હતો. તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેઓને ભાગી જવાની ફરજ પડી હતી.

Shah Jina