દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકો વચ્ચે કોરોના કરતા પણ એક મોટો ડર છે કે શું દેશમાં ફરી લોકડાઉન લાગી શકે છે ? ઘણા લોકો આ અંગે તર્ક વિતર્ક કરતા રહે છે, તો ઘણા રાજ્યોની સરકારો દ્વારા ઘણા વિસ્તારોમાં કર્ફયુ અને કેટલાક બંધ પણ રાખવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દા ઉપર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન પણ સામે આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા જણાવવામાં આવ્યું કે કોરોના મેનેજમેન્ટના ઉપાયો ગયા વર્ષે બધા જ લોકોએ જોયા છે. જો આ વખતે પણ કોરોનાનું મેનેજમેન્ટ ઠીક રહ્યું તો આ નહિ ફેલાય. એટલે કે સરકાર દ્વારા લોકડાઉન લગાવવું કે નહીં તેને લઈને કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો. સરકાર હાલત ઉપર નજર બનાવી રાખી છે.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગતરોજ જ દેશમાં કુલ 32 લાખ કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે વેક્સિનેશનનો દાયરો વધારવાનો આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જયારે દરરોજ 40 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા હતા.