તથ્ય પટેલના પિતા જેલમાં રહેશે કે છુટશે? જામીન અરજી પર આજે શું નિર્ણય લેવાયો, જાણો

Tathya Patel father prajnesh patel : અમદાવાદ ઇસ્કોન ફ્લાયઓવર પર અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ બંને જેલમાં છે, ત્યારે હાલમાં પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જામીન અરજી કરી હતી અને આ મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી છે. આગામી સુનાવણી સુધી હવે પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે. 3 ઓગસ્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થશે અને ત્યાં સુધી પ્રજ્ઞેશ પટેલને જેલમાં જ રહેવુ પડશે.

પ્રજ્ઞેશ પટેલને હજુ પણ રહેવું પડશે જેલમાં
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની કોર્ટમાં જામીન અરજી પર જવાબ રજૂ કરવા સરકારે એફિડેવિટ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. એટલે હવે આગામી 3 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત કેસ મામલે ગઇકાલે જ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. 1684 પાનાંની ચાર્જશીટ બાદ હવે આ કેસ સેશન્સ કમીટ કરવામાં આવશે એટલે કે સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવશે, પછી કેસની ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

કથિત ઓડિયો ક્લીપ વાયરલ
આ વચ્ચે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વહેતી થઇ, જેમાં તે તથ્યનો ગુનો સ્વીકારવાને બદલે 19-20 વર્ષના છોકરાથી આવુ તો ક્યારેય થઈ જાય, ટેન્શન નહિ લેવાનું. આજીવન કંઇ નહિ થાય એવું કહેતો જોવા મળે છે. જો કે, આ કથિત ઓડિયો ક્લિપ પ્રજ્ઞેશ પટેલની છે કે કેમ અને એ ક્યારની છે તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.

 

View this post on Instagram

 

A post shared by GSTV NEWS (@gstvnews)

Shah Jina