ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતની યાદમાં આ એક્ટ્રેસ 3400 પરિવારને જમાડશે, કરી ઈમોશનલ પોસ્ટ

બૉલીવુડ અને ટીવી જગતના જાણીતા એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. હંમેશા હસતો સુશાંત રાજપૂતના આત્મહત્યાએ બધાને હચમચાવી મુક્યા છે. સુશાંતના નિધન બાદ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતની યાદમાં એક્ટ્રેસે એવું કદમ ઉઠાવ્યું કે તમે પણ ચોંકી ઉઠશો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ ‘કાય પો છે’ ડાયરેક્ટર અભિષેક કપૂરની પત્ની એક્ટ્રેસ પ્રજ્ઞા કપૂરે તેની યાદમાં નેક કામ કરવાનું એલાન સોશિયલ મીડિયામાં કર્યું છે. પ્રજ્ઞાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

 

View this post on Instagram

 

Shocked. Angry. Devastated. Heartbroken 💔 You will always be special my boy ❤️#sushantsinghrajput

A post shared by Pragya Kapoor 🌿 (@pragyakapoor_) on

આ પોસ્ટમાં તેમણે સુશાંતની તસવીર સાથે લખ્યું હતું કે, તેમની સંસ્થા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં 3400 પરિવારોને ખવડાવવાનું કામ કરશે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘લોકડાઉન પૂર્ણ થયું છે પરંતુ હજી પણ આવક અને નોકરીની અછત છે. તેથી જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ. આ પોસ્ટની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ‘અમે તમને ખૂબ જ યાદ કરીશું સુશાંત …’

 

View this post on Instagram

 

A post shared by Pragya Kapoor 🌿 (@pragyakapoor_) on

34 વર્ષીય સુશાંતએ રવિવારે મુંબઈના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. સુશાંતના બોલીવુડમાં પણ કામ કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.