PM મોદીજીના મંત્રી મનસુખ માંડવિયાની મોટી જાહેરાત : કરોડો લોકોને સીધો લાભ મળશે- જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળના સપ્તાહે એક મોટી યોજનાની શરૂઆત કરવાના છે. તેમાં બધા ભારતીયોને એક યુનિક હેલ્થ ID મળશે.પીએમ મોદી 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનને લોન્ચ કરશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તેની જાણકારી આપી છે. તમને જણાવી દઇએ કે, યુનીક હેલ્થ આઇડીમાં વ્યક્તિનો પૂરો હેલ્થ રેકોર્ડ હશે. જાણકારી અનુસાર, જે યુનિક આઇડી મળશે તે લોકોનો આધાર કાર્ડ અને મોબાઇલ નંબરની મદદથી બનશે. PH-DHMનો મુખ્ય ઉદ્દેશ ભારતની સ્વાસ્થ્ય સેવા પ્રણાલીને વધુ સારી બનાવવાનો છે.

શું છે યુનિક હેલ્થ આઇડી ?

યુનિક હેલ્થ આઇડીની મદદથી વ્યક્તિનો હેલ્થ રેકોર્ડ રાખી શકાય છે. જરૂરી નથી કે આ આધાર કાર્ડથી જ બનાવવામાં આવે, માત્ર ફોન નંબરની મદદથી પણ યુનિક આઇડી બનાવવામાં આવી શકે છે. યુનિક હેલ્થ આઈડી એક 14 આંકનો રેન્ડમ રીતે જનરેટ નંબર હશે.આધારને યુનિક હેલ્થ આઇડીના રૂપમાં ઉપયોગ કેમ નથી કરવામાં આવતો આ સવાલનો જવાબ આપતા મંત્રાલયે જણાવ્યુ કે, આધારને માત્ર તે જગ્યા પર લિંક કરવુ જરૂરી છે જયાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરની વાત હોય. તેનો કયાંય બીજે ઉપયોગ ન કરી શકાય.

પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનને પહેલા નેશનલ ડિજિટલ હેલ્થ મિશન કેહવામાં આવતુ હતુ. પ્રધાનમંત્રી  ડિજિટલ હેલ્થ મિશન હાલ તો પ્રોજેક્ટના રૂપમાં ચલાવવામાં આવી રહ્યુ છે. તેના અંતર્ગત અંદમાન, નિકોબાર દ્રીપ સમૂહ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ, લદ્દાખ, લક્ષદ્વીપ અને પાંડુચેરીમાં આંકડા મેળવવામાં આવી રહ્યા છે. હાલ તો જે તમે NDHMની સાઇટ પર જશો તે ત્યાં હેલ્થ આઇડી બનાવવાનું ઓપ્શન હશે, પરંતુ તે ઉપર જણાવવામાં આવેલ પ્રદેશ માટે જ તે સુવિધા ઉપલબ્ધ છે.

હેલ્થ કાર્ડ બનાવવા માટે યોજના શરૂ થયા બાદ તમે https://healthid.ndhm.gov.in/register પર જઈને તમારું હેલ્થ ID પણ બનાવી શકો છો. NDHM હેલ્થ રેકોર્ડ એપ ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. તમે આ એપ દ્વારા હેલ્થ આઈડી માટે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ સિવાય સરકારી-ખાનગી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામાન્ય સેવા કેન્દ્રો પર પણ કાર્ડ બનાવવામાં આવશે.

Shah Jina